અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

ભારત અને પાકિસ્તાને એકબીજાને પોતાના પરમાણુ મથકો- સુવિધાઓની યાદી આપી

  • રાજદ્વારી વ્યવસ્થા દ્વારા નવી દિલ્હી અને ઈસ્લામાબાદ ખાતે યાદીનું આદાનપ્રદાન કરવામાં આવ્યું
  • યાદી મુજબ બંને દેશ અન્ય દેશોના ‘પરમાણુ કેન્દ્રો અને સુવિધાઓ’ પર હુમલો ન કરી શકશે નહીં 

નવી દિલ્હી, 1 જાન્યુઆરી : ભારત અને પાકિસ્તાને આજે એટલે કે સોમવારે નવી દિલ્હી અને ઈસ્લામાબાદ ખાતે રાજદ્વારી વ્યવસ્થા દ્વારા બંને દેશોમાં આવેલા પરમાણુ મથક અને સુવિધાઓની યાદી એકબીજાને પૂરી પાડી છે. આ યાદીની આપ-લે કરાર હેઠળ કરવામાં આવી છે જેથી તેઓ અન્ય દેશોના ‘પરમાણુ કેન્દ્રો અને સુવિધાઓ’ પર હુમલો ન કરે તેમ વિદેશી મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે. બંને દેશો વચ્ચે આ પ્રકારની યાદીઓની આ સતત 33મી વખત આપ-લે કરવામાં આવી છે, પ્રથમ વખત આ યાદીનું આદાન-પ્રદાન 01 જાન્યુઆરી, 1992ના રોજ થયું હતું.

 

આ યાદીઓની આપ-લે કરવાનો કરાર 31 ડિસેમ્બર 1988ના રોજ થયો હતો અને 27 જાન્યુઆરી 1991ના રોજ અમલમાં આવ્યો હતો. આ કરાર હેઠળ, ભારત અને પાકિસ્તાન દર વર્ષે કેલેન્ડર વર્ષના પ્રથમ દિવસે એટલે કે 1લી જાન્યુઆરીએ એકબીજા સાથે તેમના પરમાણુ મથકો અને સુવિધાઓ વિશેની માહિતી શૅર કરશે.

પાકિસ્તાને સામાન્ય ચૂંટણી પહેલા પરમાણુ હથિયારોની માહિતી શૅર કરી

પાકિસ્તાને પોતાના પરમાણુ હથિયારોની માહિતી એવા સમયે શૅર કરી છે જ્યારે ત્યાં સામાન્ય ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. પાકિસ્તાનના રિટર્નિંગ ઓફિસર્સે (ROs) રાષ્ટ્રીય અને પ્રાંતીય સ્તરે ચૂંટણી લડવા માંગતા ઓછામાં ઓછા 3,240 ઉમેદવારોના નામાંકન પત્રોને ફગાવી દીધા છે. મીડિયા અહેવાલો મુજબ, પાકિસ્તાનના ચૂંટણી પંચે (ECP) પુષ્ટિ કરી છે કે, 1,024 ઉમેદવારોની  (934 પુરૂષો અને 90 મહિલાઓ) નેશનલ એસેમ્બલીની ચૂંટણી લડવા માટેની લાયકાતને નકારવામાં આવી છે.

મળતા અહેવાલો મુજબ, 2216 વ્યક્તિઓ, 2081 પુરૂષો અને 135 મહિલાઓ, નેશનલ એસેમ્બલી ચૂંટણી માટે મંજૂરી મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા. જ્યારે 3,015 પુરૂષો અને 225 મહિલાઓ ROની મંજૂરી મેળવી શક્યા નથી. વધુમાં જણાવવામાં આવ્યું છે કે, 25,951 સબમિશન (24,698 પુરૂષો અને 1,253 મહિલાઓ)માંથી ROએ 22,711 ઉમેદવારોને ચૂંટણી લડવા માટે લાયક ઠેરાવ્યા છે, જેમાં 21,684 પુરૂષો અને 1,027 મહિલાઓનો સમાવેશ થાય છે. નેશનલ એસેમ્બલી માટે, 6,449 ઉમેદવારોને મંજૂરી આપવામાં આવી હતી, જેમાં 6,094 પુરૂષો અને 355 મહિલાઓનો સમાવેશ થાય છે.

ROએ વિવિધ નેશનલ એસેમ્બલી સીટો માટે 16,262 નોમિનેશન સ્વીકાર્યા હતા, જેમાં 15,590 પુરૂષો અને 672 મહિલાઓનો સમાવેશ થાય છે. પંજાબમાં નેશનલ એસેમ્બલીના સૌથી વધુ સંખ્યા 521 નોમિનેશનનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ સિંધ 166, ખૈબર-પખ્તુનખ્વા 152, બલુચિસ્તાન 92 અને ઈસ્લામાબાદ કેપિટલ ટેરિટરી 93નો નંબર આવે છે. નેશનલ એસેમ્બલીની બેઠકો માટે, ROએ પંજાબમાં 943, સિંધમાં 520, બલૂચિસ્તાનમાં 386 અને K-Pમાં 367 ઉમેદવારોના નામાંકન પત્રોને નકારી કાઢ્યા હતા, જે કુલ 2,216 પર પહોંચી ગયા હતા. નેશનલ એસેમ્બલીની ચૂંટણી લડવા માટે ઉમેદવારી પત્ર ભરનારા લોકોની કુલ સંખ્યા 18,478 હતી.

ઉમેદવારોને ROના નિર્ણયો સામે અપીલ કરવાની આપવામાં આવે છે મંજૂરી

પાકિસ્તાની મીડિયા અહેવાલો સૂચવે છે કે, તપાસ પછીનો તબક્કો ઉમેદવારોને 3 જાન્યુઆરી, 2024 સુધી અપીલીય ન્યાયાધિકરણો(Appellate Tribunals) સમક્ષ ROના નિર્ણયો સામે અપીલ કરવાની મંજૂરી આપે છે. મીડિયા રિપોર્ટ્સ કહે છે કે, આ અપીલો પર 10 જાન્યુઆરી, 2024 સુધીમાં નિર્ણય લેવામાં આવશે, ત્યારબાદ 11 જાન્યુઆરી, 2024ના રોજ ઉમેદવારોની સુધારેલી યાદી પ્રકાશિત કરવામાં આવશે.

આ પણ જુઓ :મુંબઈ બ્લાસ્ટની વરસી પર ફરી બ્લાસ્ટનું ષડયંત્ર! પન્નુએ BSE પર હુમલાની આપી ધમકી

Back to top button