ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

ભારત અને ફ્રાન્સ સંરક્ષણ ઔદ્યોગિક ભાગીદારી ‘રોડમેપ’ પર થયા સહમત

  • જમીનથી આકાશ સુધી, સંરક્ષણ ક્ષેત્રે ભારત અને ફ્રાન્સ એકબીજાની કરશે સુરક્ષા

નવી દિલ્હી, 27 જાન્યુઆરી: પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રો મુખ્ય અતિથિ તરીકે ભારતની મુલાકાતે છે. આ દરમિયાન ભારત અને ફ્રાન્સ વચ્ચે કેટલી ડીલ પણ થઈ છે. ભારત અને ફ્રાન્સ વચ્ચે સંરક્ષણ ઔદ્યોગિક ભાગીદારી ‘રોડમેપ’ પર સહમતિ બની છે. ભારતના સંરક્ષણ મંત્રાલય અને ફ્રાન્સના સશસ્ત્ર દળો માટેના મંત્રાલય વચ્ચે ડિફેન્સ સ્પેસ પાર્ટનરશીપના પત્ર પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

 

બંને દેશો વચ્ચેની આ ડીલથી મોટા લશ્કરી હાર્ડવેર અને પ્લેટફોર્મના વિકાસ અને સહ-ઉત્પાદનનો માર્ગ મોકળો થશે. તે સ્પેસ, ગ્રાઉન્ડ વોરફેર, સાયબર વર્લ્ડ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સહિતના અનેક ક્ષેત્રોમાં ટેકનિકલ સહયોગને પણ પ્રોત્સાહન પૂરું પાડશે. ભારતમાં હેલિકોપ્ટરની પ્રથમ ખાનગી એસેમ્બલી લાઇન બનાવવામાં આવશે. ભારત-ફ્રાન્સ રોબોટિક્સ, સ્વચાલિત વાહનો અને સાયબર સંરક્ષણના ક્ષેત્રોમાં પણ સહયોગ વધારશે. આ ઉપરાંત વડાપ્રધાન મોદી અને પ્રમુખ મેક્રોએ ગાઝામાં સંઘર્ષ, આતંકવાદ અને માનવતાવાદી પાસાઓ સહિત તેના વિવિધ પરિમાણો પર પણ ચર્ચા કરી. બંને નેતાઓએ વિકસતી સુરક્ષા સ્થિતિ, સંભવિત વિક્ષેપો અને લાલ સમુદ્રમાં વાસ્તવિક વિકાસ અંગે પણ ચર્ચા કરી.

ભારત-ફ્રાન્સ વચ્ચે કયા ક્ષેત્ર માટે MOU થયા

વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “ભારત-ફ્રાન્સ સંરક્ષણ ઔદ્યોગિક રોડમેપ રોબોટિક્સ, સ્વચાલિત વાહનો અને સાયબર સંરક્ષણના ક્ષેત્રોમાં પણ સહયોગ વધારશે. ઉપગ્રહોના પ્રક્ષેપણ માટે ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ અને ફ્રાન્સની એરિયનસ્પેસ વચ્ચે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

હેલિકોપ્ટરની પ્રથમ ખાનગી એસેમ્બલી લાઇન બનાવવામાં આવશે

જયપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન વચ્ચે શુક્રવારે રાત્રે યોજાયેલી બેઠકના પરિણામની જાહેરાત કરતા વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ પણ જણાવ્યું હતું કે, “Airbus-Tata હેલિકોપ્ટર્સે જટિલ સ્વદેશી ઘટકો સાથે H125 હેલિકોપ્ટર બનાવવા માટે ભાગીદારી પર હસ્તાક્ષર કર્યા છે.” ભારતમાં આ હેલિકોપ્ટરના મુખ્ય ભાગોને એસેમ્બલ કરવામાં આવશે, એવિઓનિક્સ અને મિશન સિસ્ટમ લગાવવામાં આવશે, ઇલેક્ટ્રિકલ હાર્નેસ ઇન્સ્ટોલેશન કરવામાં આવશે, હાઇડ્રોલિક સર્કિટ લગાવવામાં આવશે, કેળ નિયંત્રણો સ્થાપિત કરવામાં આવશે, ડાયનેમિક ઘટકો ઇન્સ્ટોલ કરવામાં આવશે, ફ્યુઅલ સિસ્ટમ અને એન્જિન બનાવવામાં આવશે.

આ પણ જુઓ :બિહારમાં રાજકીય ઊથલપાથલ વચ્ચે મોટેપાયે સનદી અધિકારીઓની બદલી

Back to top button