ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

અમેરિકામાં નવી સદી માટે નવી ડીલ ! ભારત-અમેરિકા વચ્ચે 5 મહત્વની ડીલ પર હસ્તાક્ષર

Text To Speech

અમેરિકાની ત્રણ દિવસની સરકારી મુલાકાતે ગયેલા પીએમ મોદીએ રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે ઘણા મુદ્દાઓ પર વાતચીત થઈ હતી, જેમાં બંને નેતાઓ કુલ 5 સમજૂતી પર આગળ વધવા માટે સંમત થયા હતા. તેમના સંયુક્ત સંબોધનમાં, બંને નેતાઓ સંરક્ષણ, આર્થિક સહયોગ, ગુપ્ત માહિતી ટ્રાન્સફર, કૃષિ જેવા મુદ્દાઓ પર આગળ વધવા માટે સંમત થયા હતા.

જો કે, બંને નેતાઓ વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે થયેલી ડીલ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે અને આ ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે બંને દેશોના નેતાઓએ એકબીજા સાથે કુલ 5 મોટા કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે ભારતને આ ક્ષેત્રમાં મદદ કરશે. આવનારા દિવસોમાં અમેરિકા એકબીજાનું મહત્વપૂર્ણ સાથી બનશે.

ભારતમાં બનેલા સ્વદેશી વિમાન તેજસ માટે સેકન્ડ જનરેશન GE-414 જેટ એન્જિનના ઉત્પાદન અંગેના પ્રથમ કરાર પર બંને દેશોના રાષ્ટ્રપતિઓએ હસ્તાક્ષર કર્યા છે. આ મુજબ અમેરિકા ભારતની એવિએશન પાર્ટ પ્રોડક્શન કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ને ટેક્નોલોજી ટ્રાન્સફર કરશે અને આ જેટ એન્જિનના નિર્માણમાં મદદ કરશે.

બીજા કરાર મુજબ બંને દેશો એમ-777 લાઇટ હોવિત્ઝર ગનને અપગ્રેડ કરવા પર કામ કરશે. આ તોપોનું નિર્માણ ક્યાં કરવામાં આવશે તે અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.

ત્રીજા કરાર મુજબ બંને દેશો સંયુક્ત રીતે સ્ટ્રાઈકર બખ્તરબંધ વાહનોનું ઉત્પાદન કરશે. જેમાંથી મોટા ભાગનું ઉત્પાદન ભારતમાં થવાની શક્યતા છે.

ચોથા કરાર અનુસાર, અમેરિકન પ્રિડેટર ડ્રોન ભારતને આપવામાં આવશે, જેથી ભારતની સુરક્ષા એજન્સીઓ વિવિધ સૈન્ય કાર્યવાહીમાં તેનો ઉપયોગ કરી શકે. આ ડ્રોનના ઉત્પાદનનું ટેકનિકલ ટ્રાન્સફર ભારતને કરવામાં આવશે.

પાંચમા કરાર મુજબ અમેરિકાની લાંબા અંતરની બોમ્બ મિસાઈલનું ઉત્પાદન પણ ભારતમાં થશે.

Back to top button