ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

યુક્રેનથી આવેલા MBBS વિદ્યાર્થીઓને રાહત, ભારતમાં બની શકશે ડૉક્ટર

Text To Speech

રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધને કારણે યુક્રેનથી ભારત પરત આવેલા ઘણા MBBS વિદ્યાર્થીઓની કારકિર્દી બરબાદ થતી બચી જશે. આ મેડિકલ સ્ટુડન્ટ્સ રશિયા યુક્રેન વોરના કારણે પોતાનો અભ્યાસ પૂરો કરી શક્યા નથી, હવે આ મેડિકલ સ્ટુડન્ટ્સ ભારતમાં ડોક્ટર બની શકશે. આ જ વાત એવા વિદ્યાર્થીઓને પણ લાગુ પડશે. જેઓ કોવિડ 19ને કારણે ચીન અથવા અન્ય દેશોમાંથી તેમનો મેડિકલ અભ્યાસ પૂર્ણ કરી શક્યા ન હતા અને પાછા ફરવું પડ્યું હતું. નેશનલ મેડિકલ કમિશનના નિર્ણયને કારણે આ શક્ય બન્યું છે. નેશનલ મેડિકલ કમિશન એટલે કે NMCએ આ વિદ્યાર્થીઓને FMGE પરીક્ષામાં બેસવાની પરવાનગી આપી છે. પણ એક શરત સાથે.

આ સંદર્ભમાં NMCએ સત્તાવાર વેબસાઇટ nmc.org.inપર નોટિસ પણ જારી કરી છે.

FMGE પરીક્ષા: શું છે શરત ?

નેશનલ મેડિકલ કમિશને કહ્યું છે કે જે વિદ્યાર્થીઓ MBBS કોર્સના અંતિમ વર્ષમાં હતા. પરંતુ કોવિડ 19 અથવા રશિયા યુક્રેન યુદ્ધ કે અન્ય કોઈ કારણસર તેમનો અભ્યાસ પૂર્ણ કરી શક્યા ન હતા, તેઓ ભારતમાં પ્રેક્ટિસ કરવા માટે ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ પરીક્ષા આપી શકે છે. જો કે, આ વિદ્યાર્થીઓએ 30 જૂન 2022 ના રોજ અથવા તે પહેલાં વિદેશમાં તેમની સંસ્થા દ્વારા અભ્યાસક્રમનું પ્રમાણપત્ર અથવા ડિગ્રી મેળવવી આવશ્યક છે. આ ઉપરાંત, આ વિદ્યાર્થીઓ માટે FMG પરીક્ષા પાસ કર્યા પછી, તેઓએ ફરજિયાત બે વર્ષની ઇન્ટર્નશિપ પૂર્ણ કરવી પડશે.

ukrain indian students

નિયમો અનુસાર, વિદ્યાર્થીઓએ જ્યાં MBBSનો અભ્યાસ કર્યો હોય ત્યાં જ આ ઈન્ટર્નશિપ પૂર્ણ કરવાની હોય છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં આ વિદ્યાર્થીઓ માટે તે દેશોમાં પાછા જઈને ઈન્ટર્નશિપ કરવી શક્ય નથી. જેથી, 29 એપ્રિલ 2022 ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશને ધ્યાનમાં રાખીને, NMCએ ભારતમાં જ ઇન્ટર્નશિપ પૂર્ણ કરવાની મંજૂરી આપી છે.

FMGE પરીક્ષા પાસ કર્યા પછી, જ્યારે આ ઉમેદવારો મેડિકલ રોટેટિંગ ઈન્ટર્નશિપના બે વર્ષ પૂરા કરશે, ત્યારે જ તેઓ મેડિકલ પ્રેક્ટિસ માટે નોંધણી કરી શકશે. NMCએ કહ્યું છે કે સંજોગોને કારણે આ છૂટ માત્ર એક કારણસર આપવામાં આવી છે.

Back to top button