કેરળની વાયનાડ સીટ પર ઈન્ડિયા ગઠબંધન નિષ્ફળ: CPIએ વાયનાડથી ઉમેદવારની જાહેરાત કરી
કેરળ, 26 ફેબ્રુઆરી : I.N.D.I.A ગઠબંધન કેરળની વાયનાડ સીટ પર નિષ્ફળ ગયું છે. જ્યાંથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi) સાંસદ છે. ગઠબંધનમાં સામેલ CPIએ આ બેઠક માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. CPIએ Annie Rajaને વાયનાડ લોકસભા બેઠક(Wayanad Lok Sabha seat) પરથી ઉમેદવાર જાહેર કર્યા છે. CPIના મહાસચિવ ડી રાજાએ આ માહિતી આપી છે.
કોંગ્રેસ પાર્ટી ઉત્તર ભારતમાં ઈન્ડિયા ગઠબંધન માટે સતત પ્રયાસો કરી રહી છે પરંતુ દક્ષિણ ભારતમાં તે ગઠબંધન ભાગીદારોને વધારે મહત્ત્વ નથી આપી રહી. જેના કારણે કેરળમાં નારાજ સીપીઆઈ એ ઈન્ડીયા ગઠબંધન સાથે છેડો ફાડ્યો છે. સીપીઆઈએ તેના ઉમેદવારોની જાહેરાત કરી છે. જેમાં વાયનાડથી ઉમેદવાર એની રાજાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. હાલમાં રાહુલ ગાંધી આ સીટ પરથી સાંસદ છે, અને તેમણે ગત ચૂંટણીમાં અહીંથી મોટી જીત નોંધાવી હતી.
સીપીઆઈએ તિરુવનંતપુરમથી પન્નિયન રવીન્દ્રન, વાયનાડથી એની રાજા, થ્રિસુરથી વીએસ સુનિલ કુમાર અને માવેલિકારાથી અરુણ કુમારને ટિકિટ આપી છે. સીપીઆઈના જનરલ સેક્રેટરી ડી રાજાએ પણ આ વાતનો સંકેત આપ્યો હતો. ખાસ વાત એ છે કે એની રાજા ડી રાજાની પત્ની છે અને એવી અટકળો ચાલી રહી હતી કે પાર્ટી તેમને લોકસભા ચૂંટણી માટે ટિકિટ આપી શકે છે, પરંતુ હવે આ અટકળોને પણ પાર્ટીએ સત્તાવાર રીતે મંજૂરી આપી દીધી છે.
ડી રાજાની પત્ની પહેલીવાર ચૂંટણી લડવા જઈ રહી છે. આવી સ્થિતિમાં ખાસ વાત એ છે કે CPIએ તેમને રાહુલ ગાંધીની સીટ પરથી ઉમેદવાર બનાવ્યા છે. રાહુલે 2019ની ચૂંટણીમાં રાજ્યમાં સૌથી વધુ 4.31 લાખ મતો સાથે વાયનાડ જીતી હતી. નોંધનીય છે કે ટિકિટોની આ જાહેરાત પાર્ટીના રાજ્ય સચિવ બિનોય વિશ્વમે એક પ્રેસ કોન્ફરન્સ દ્વારા કરી છે. તેમણે કહ્યું કે ત્રિશૂરથી ભૂતપૂર્વ કૃષિ પ્રધાન વીએસ સુનિલ કુમાર અને પાર્ટીની યુવા પાંખ એઆઈવાયએફના નેતા સી એ અરુણકુમારને માવેલીક્કારા બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવશે.
ડી રાજાની જેમ સીપીએમમાં એની રાજાનું રાજકીય કદ ઘણું મોટું છે. તે સીપીએમના રાષ્ટ્રીય મહિલા સામખ્ય મહાસચિવ પણ છે. એનીએ અગાઉ એમ પણ કહ્યું હતું કે તે વાયનાડથી પાર્ટીના ઉમેદવાર બની શકે છે. એનીએ કહ્યું હતું કે જો રાહુલ ગાંધી બીજે ક્યાંક જવાનું પસંદ કરે છે તો તેઓ આમ કરી શકે છે. સીપીએમ સાથે ગઠબંધન અંગે વાતચીત થઈ હતી, પરંતુ સીટ વહેંચણીના મુદ્દાને કારણે અંતે ગઠબંધનની તમામ શક્યતાઓ ખતમ થઈ ગઈ છે.
પેલેસ્ટાઈનના સમર્થનમાં અમેરિકી એરફોર્સનો જવાન ઈઝરાયેલી દૂતાવાસની બહાર ભડભડ સળગ્યો