ટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

ભારત ઓલિમ્પિક-2036ની યજમાની માટે સંપૂણ સજ્જ : કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે આપ્યું નિવેદન

ભારત 2036માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે બિડ કરશે. કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું છે કે સપ્ટેમ્બર 2023માં મુંબઈમાં ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)ના સત્ર દરમિયાન IOCના સંપૂર્ણ સભ્યો સમક્ષ રોડમેપ રજૂ કરવામાં આવશે. અનુરાગ ઠાકુરે એક ન્યૂઝ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)ની ઓલિમ્પિક ગેમ્સની યજમાનીની બિડને સમર્થન આપશે અને ગુજરાતનું અમદાવાદ વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ‘યજમાન શહેર’ હશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ભારતે અગાઉ 1982 એશિયન ગેમ્સ અને 2010 કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી હતી અને આગામી સ્ટોપ સમર ઓલિમ્પિક્સ હશે.

આ પણ વાંચો : હોકી વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત : હરમનપ્રીતને મળી ટીમની કમાન

જો ભારત G20નું આયોજન કરી શકે છે, તો ઓલિમ્પિકની યજમાની કરી શકશે : અનુરાગ ઠાકુર

રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરએ કહ્યું,’જો ભારત આટલા મોટા પાયે G20 પ્રેસિડન્સીનું આયોજન કરી શકે છે, તો મને ખાતરી છે કે સરકાર IOA સાથે મળીને દેશમાં ઓલિમ્પિકની યજમાની કરી શકશે. આપણે બધા જાણીએ છીએ કે 2032 સુધી સ્લોટ બુક થઈ ગયા છે પરંતુ 2036 થી અમને આશા છે અને મને ખાતરી છે કે ભારત ઓલિમ્પિક માટે સંપૂર્ણ તૈયારી કરશે અને બોલી લગાવશે.’

ભારત 2036 ઓલિમ્પિક માટે બિડિંગ પર ખૂબ જ ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે : રમતગમત મંત્રી

જ્યારે અનુરાગ ઠાકુરને પૂછવામાં આવ્યું કે,’શું ભારત 2036માં ઓલિમ્પિકની યજમાની કરવા માટે તૈયાર છે, તો ઠાકુરે કહ્યુ – ‘હા, ભારત તેના માટે સકારાત્મક બિડ કરવા તૈયાર છે. અમારા માટે ના કહેવાનું કોઈ કારણ નથી. જો ભારત રમતગમતને પ્રોત્સાહન આપવા માટે આટલા પ્રયત્નો કરી રહ્યું છે, તો હું તમને ખાતરી આપું છું કે અમે માત્ર ઓલિમ્પિકનું આયોજન નહીં કરીએ, અમે તેને મોટા પાયે કરીશું. ઓલિમ્પિકની યજમાની કરવાનો આ યોગ્ય સમય છે. જો ભારત મેન્યુફેક્ચરિંગથી લઈને સેવાઓ સુધીના દરેક ક્ષેત્રમાં હેડલાઇન્સ બનાવી રહ્યું છે તો રમતગમતમાં કેમ નહીં? ભારત 2036 ઓલિમ્પિક માટે બિડિંગ પર ખૂબ જ ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે.’

આ પણ વાંચો : ‘નવી’ ટીમની જાહેરાત કરતાં જ BCCI ઘેરાયું સવાલોના સકંજામાં : કેમ કરાઈ આ ખેલાડીઓની બાદબાકી ?

સરકાર IOA સાથે પરામર્શ કરીને રોડમેપ તૈયાર કરશે

આ ઉપરાંત અનુરાગ ઠાકુરે કહ્યું કે.’સરકાર આઇઓસી સત્ર દરમિયાન રજૂ કરવામાં આવનાર IOA સાથે પરામર્શ કરીને રોડમેપ તૈયાર કરશે. અમે તે સમય (સપ્ટેમ્બર 2023) સુધીમાં તેમના (IOC સભ્યો) સમક્ષ રોડમેપ રજૂ કરી શકીએ છીએ. IOC સત્ર ભારત માટે એક પ્રતિષ્ઠિત ઘટના છે અને સરકાર IOAને અલવિદા કરવા માટે જે પણ પગલાં લેશે તેને સમર્થન આપશે. તે સંયુક્ત તૈયારી હોવી જોઈએ. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, ગુજરાતે ઘણી વખત ઓલિમ્પિકની યજમાની કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમની પાસે હોટલ, હોસ્ટેલ, એરપોર્ટ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી લઈને તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. તેઓ બિડિંગ અંગે ગંભીર છે. તે ગુજરાતમાં ઓલિમ્પિકનું આયોજન કરવા માટે રાજ્ય સરકારના મેનિફેસ્ટોનો પણ એક ભાગ છે.’

Back to top button