ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રામલીલા મેદાનમાં આજે ‘INDI ગઠબંધન’ની ‘લોકશાહી બચાવો’ મહારેલી, કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ

નવી દિલ્હી, 31 માર્ચ: આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આયોજિત ‘INDIA બ્લોક મેગા રેલી’ આજે રામલીલા મેદાનમાં યોજાવા જઈ રહી છે. ‘INDIA’ ગઠબંધનની ‘મહારેલી’ને ધ્યાનમાં રાખીને પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. રામલીલા મેદાનના દરેક ગેટ પર ચેકિંગની વ્યવસ્થાની સાથે સાથે આસપાસના વિસ્તારોમાં અર્ધલશ્કરી દળોને તૈનાત કરાયા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (SP)ના વડા શરદ પવાર સહિત ઘણા મોટા નેતાઓ આ મેગા રેલીમાં ભાગ લેવાના છે. કોંગ્રેસે શનિવારે કહ્યું કે અહીંના રામલીલા મેદાનમાં યોજાનારી વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ’ (INDIA)ની ‘લોકશાહી બચાવો રેલી’નો હેતુ કોઈ વ્યક્તિની રક્ષા કરવાનો નથી, પરંતુ બંધારણ અને લોકશાહીને બચાવવાનો છે.

વિપક્ષી ગઠબંધન કેન્દ્રીય એજન્સી સામે અવાજ ઉઠાવશે

રાષ્ટ્રીય રાજધાનીના રામલીલા મેદાનમાં યોજાનારી ‘લોકશાહી બચાવો’ રેલીનું આયોજન ગયા અઠવાડિયે દિલ્હી દારૂ કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ કરવામાં આવ્યું હતું, પરંતુ તેને લોકસભા ચૂંટણી પહેલા INDIA  ગઠબંધનનીની એકતા અને શક્તિના પ્રદર્શન તરીકે જોવામાં આવ્યું હતું. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે વિપક્ષી ગઠબંધન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, સીબીઆઈ અને આવકવેરા વિભાગ જેવી કેન્દ્રીય એજન્સીઓના કથિત દુરુપયોગ સામે રેલીમાં જોરદાર અવાજ ઉઠાવશે. કેજરીવાલ અને ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ અને કોંગ્રેસને ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની નોટિસ બાદ આ મુદ્દો જોર પકડી રહ્યો છે. આવકવેરા વિભાગે કોંગ્રેસને રૂ. 1,800 કરોડની ટેક્સ નોટિસ પણ મોકલી છે.

રેલીમાં વિપક્ષી ગઠબંધનના ઘણા મોટા નેતાઓ ભાગ લેશે

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (SP)ના વડા શરદ પવાર, શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે, સમાજવાદી પાર્ટી (SP)ના પ્રમુખ અખિલેશ યાદવ અને રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવ સહિત ‘INDIA’ ગઠબંધનના કેટલાક નેતા રામલીલા મેદાનમાં રવિવારે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આયોજિત ‘મહારેલી’માં ભાગ લેશે

કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ

‘INDIA’ ગઠબંધનની ‘મહારેલી’ને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે રામલીલા મેદાનના દરેક ગેટ પર ચેકિંગની વ્યવસ્થા કરી છે અને આસપાસના વિસ્તારોમાં અર્ધલશ્કરી દળોને તૈનાત કર્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે દિલ્હી પોલીસે કેટલીક શરતો સાથે રેલીનું આયોજન કરવાની પરવાનગી આપી છે, જેમાં મધ્ય દિલ્હીમાં કોઈ માર્ચ ન કાઢવા અથવા ટ્રેક્ટર ટ્રોલી અને હથિયારો લાવવાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: દિલ્હીના રામલીલા મેદાનમાં આવતીકાલે ઈન્ડી ગઠબંધનની યોજાશે મહારેલી

Back to top button