ડીસા આદર્શ હાઈસ્કૂલમાં સ્વાતંત્ર પર્વની શાનદાર ઉજવણી કરાઈ


પાલનપુર: દેશના 76 માં સ્વાતંત્ર્ય પર્વની ડીસાની આદર્શ હાઇસ્કુલ ના પટાંગણમાં શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેરના જાણીતા બિલ્ડર જીગ્નેશભાઈ હરેશભાઈ પઢીયાર ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. જ્યારે મુખ્ય મહેમાન પદે સુરેશભાઈ ત્રિભોવનભાઈ ઠક્કર અને પાલિકાના પૂર્વ ઓફિસ સુપ્રિન્ડેન્ટ જવાનસિંહ લક્ષ્મણજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સૌ પ્રથમ તિરંગા રેલી યોજાઇ હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. ત્યારબાદ ભારત માતાનું પૂજન કરીને દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ ધ્વજ વંદન સમારોહનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં શાળાના વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓએ દેશભક્તિના દર્શન કરાવ્યા હતા. જ્યારે આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ પોતાના ઉદબોધનમાં દેશને આઝાદી અપાવનાર અને દેશ માટે બલિદાન આપનાર દેશભક્તોને યાદ કર્યા હતા. સ્વતંત્ર પર્વની ઉજવણીને સફળ બનાવવા માટે કે. પી. રાજપુત, પી. જી. પટેલ અને શાળાના દરેક શિક્ષક મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી.