ઘણા બદલાવ પછી આપણને મળ્યો છે ત્રિરંગો, જુઓ ફોટા
હાલ સૌ કોઈ દેશની આઝાદીના 75માં વર્ષની ઉજવણીમાં મસગુલ છે. ભારતે સ્વતંત્રતા હાંસલ કરવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે. ત્યારે આજે અમે તમને જણાવીશું આ ખુલ્લા આકાશમાં લહેરાતા ધ્વજની સફર વિશે. તો ચાલો જાણીએ કે સ્વતંત્રતા પછી રાષ્ટ્રધ્વજમાં કેટલા ફેરફાર આવ્યા છે .
પહેલો ધ્વજ: પહેલો ધ્વજ 7 ઓગસ્ટ 1906ના રોજ કોલકાતામાં ફરકાવવામાં આવ્યો હતો. આ ધ્વજમાં લાલ, પીળા અને લીલા રંગની આડી પટ્ટીઓ હતી. તેની ઉપર લીલો, મધ્યમાં પીળો અને નીચે લાલ રંગનો પટ્ટો હતો. આ સિવાય તેમાં કમળના ફૂલ અને ચંદ્ર અને સૂર્ય પણ બનાવવામાં આવ્યા હતા.
બીજો ધ્વજ: આ બર્લિન સમિતિ ધ્વજ, ભીખાજી કામા દ્વારા સૌ પ્રથમ 1907 માં પેરિસ માં ફરકાવવામાં આવ્યો હતો. બર્લિનમાં સમાજવાદી પરિષદમાં પણ આ ધ્વજનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તે પહેલાના ધ્વજ જેવો જ હતો. જો કે, તેની ટોચની પટ્ટી પર માત્ર એક જ કમળ હતું અને સાત તારા સપ્તર્ષિનું પ્રતિનિધિત્વ કરે છે.
ત્રીજો ધ્વજ: ત્રીજો ધ્વજ વર્ષ 1917માં આવ્યો હતો. તેને હોમ રૂલ ચળવળ દરમિયાન ડૉ. એની બેસન્ટ અને લોકમાન્ય ટિળકે લહેરાવ્યો હતો. તેમાં 5 લાલ અને 4 લીલા પટ્ટાઓ અને સાત તારા હતા. ડાબી અને ઉપરની કિનારી પર (થાંભલા તરફ) યુનિયન જેક હતો.
ચોથો ધ્વજ: આપણો ચોથો ધ્વજ જે 1921માં અનધિકૃત રીતે અપનાવવાં આવ્યો હતો. બેઝવાડા ખાતે મળેલ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધિવેશન દરમિયાન (હાલ વિજયવાડા) આંધ્રના એક યુવકે ધ્વજ તૈયાર કર્યો અને તેને ગાંધીજી પાસે લઈ ગયો. આ ધ્વજ બે રંગોથી બનેલો હતો.
પાંચમો ધ્વજ: પાંચમો ધ્વજ જે વર્તમાન ધ્વજથી થોડો અલગ હતો. તેમાં વ્હીલને બદલે ચરખો હતો. ધ્વજના ઈતિહાસમાં 1931નું વર્ષ યાદગાર વર્ષ છે. આ ધ્વજ ભારતીય રાષ્ટ્રીય સૈન્યની યુદ્ધનો સંકેત પણ હતો. આ ધ્વજ આપણા ઇતિહાસમાં સીમાચિહ્ન હતો.
આજનો ત્રિરંગો: 22 જુલાઈ 1947ના રોજ બંધારણ સભાએ તેને સ્વતંત્ર ભારતીય રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવ્યો હતો. આ આજનો ત્રિરંગો અને ભારતનો રાષ્ટ્રધ્વજ છે.