Independence Day : ભાદ્રોડની શ્રી સ્વામી વિવેકાનંદ ઉ.બુ. વિદ્યાલયમાં સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ
ભારતની આઝાદીના આ વર્ષે 15મી ઓગસ્ટના રોજ 75 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આજે દેશભરમાં આ સ્વાતંત્ર્ય દિવસની ધામધૂમ પૂર્વકની ઉજવણી કરવામાં આવી રહી હતી. ત્યારે ભાવનગર જિલ્લાના ભાદ્રોડ ગામે માધ્યમિક શાળા શ્રી સ્વામી વિવેકાનંદ ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. આ આઝાદીના પર્વમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ સ્વાતંત્ર્ય પર્વમાં વિદ્યાર્થીઓનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ગામના દિગ્ગજોની હાજરીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. તો સાથે સાથે બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું હતું.
આઝાદીના ખાસ પર્વ પર આ ભદ્રેશ્વર મંદિરમાં ભોળાનાથને ત્રિરંગાનો શણગાર કરીને ખાસ મહાપુજાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભુદેવો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આજે શ્રાવણ માસનો સોમવાર હોય અને સાથે આઝાદી દિવસ હોય ત્યારે ભગવાન ભોળાનાથનું ભદ્રેશ્વર મંદિર ‘હર હર મહાદેવ’ અને ‘વંદે માતરમ’ની સાથે ‘ભારત માતા કી જય’ના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું.
શ્રાવણ માસના સોમવાર નિમિત્તે આજે મોટી સંખ્યામાં જનમેદની શિવમંદિરે ઉમટી પડી હતી. તો સાથે સાથે નાના બાળકોથી લઈને તમામ લોકોમાં આજે નવો ઉત્સાહ અને ચેતના સાથે દેશભક્તિનો રંગ જોવા મળ્યો હતો. તો ભાદ્રોડ ગામમાં તમામ લોકો હર ઘર તિરંગા ઘર ઘર તિરગા મહોત્સવ અંતર્ગત સમગ્ર ગામમાં લોકોએ ઘરે ઘરે તિરંગા લગાવી અને આ અમૃત મહોત્સવની ઉજવણી કરી હતી. તો સાથે સાથે ભાદ્રોડ ગામની સરકારી શાળાઓ અને માધ્યમિક શાળાઓમાં પણ આઝાદી પર્વની ધામધૂમ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી.
આ પણ વાંચો : દેશભક્તિના રંગમાં રંગાયા મહાદેવ, ભાદ્રોડના ભદ્રેશ્વર મહાદેવને કરાયો ત્રિરંગાનો શણગાર