Independence Day : તલગાજરડાની મોડેલ શાળામાં સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમથી ઉજવણી
ભારતની આઝાદીના આ વર્ષે 15મી ઓગસ્ટના રોજ 75 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આજે દેશભરમાં આ સ્વાતંત્ર્ય દિવસની ધામધૂમ પૂર્વકની ઉજવણી કરવામાં આવી રહી હતી. ત્યારે ભાવનગર જિલ્લાના તલગાજરડા ગામે મોડેલ સ્કુલમાં ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. આ આઝાદીના પર્વમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ સ્વાતંત્ર્ય પર્વમાં વિદ્યાર્થીઓનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ગામના દિગ્ગજોની હાજરીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. તો સાથે સાથે બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું હતું. તો સાથે સાથે મોરારીબાપુ પણ આ ખાસ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. બાપુની હાજરીમાં આ આઝાદી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ ‘વંદે માતરમ’, ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા હતા. આ કાર્યકર્મમાં મોરારીબાપુ, શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા હતા.
તો સાથે સાથે તલગાજરડા ગામમાં હર ઘર તિરંગા ઘર ઘર તિરગા મહોત્સવ અંતર્ગત સમગ્ર ગામમાં લોકોએ ઘરે ઘરે તિરંગા લગાવી અને આ અમૃત મહોત્સવની ઉજવણી કરી હતી. તો સાથે સાથે આઝાદી પર્વની ધામધૂમ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી.
આ પણ વાંચો : દેશભક્તિના રંગમાં રંગાયા મહાદેવ, ભાદ્રોડના ભદ્રેશ્વર મહાદેવને કરાયો ત્રિરંગાનો શણગાર