15 ઓગસ્ટ
તિરંગો પહેલીવાર ક્યાં અને ક્યારે ફરકાવ્યો હતો?
15મી ઓગસ્ટે દેશમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવશે. 15 ઓગસ્ટ 2022ના રોજ ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં અમે તમારા માટે ભારતની આઝાદી સાથે જોડાયેલા કેટલાક પ્રશ્નો લાવ્યા છીએ. આ પ્રશ્નોના સાચા જવાબ આપીને તમારા જ્ઞાનની તપાસ કરો
પ્રશ્ન: ભારતનો રાષ્ટ્રધ્વજ પ્રથમવાર ક્યારે અને ક્યાં ફરકાવવામાં આવ્યો હતો?
જવાબ: 7 ઓગસ્ટ 1906, પારસી બાગન સ્ક્વેર, કોલકાતા
પ્રશ્ન: રાષ્ટ્રધ્વજના વર્તમાન સ્વરૂપની રચના કોણે કરી?
જવાબઃ પિંગલી વેંકૈયા
પ્રશ્ન: ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા?
જવાબ: ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
પ્રશ્ન: અસહકાર ચળવળ કઈ સાલમાં શરૂ થઈ હતી?
જવાબ: 1920
પ્રશ્ન: ભારત છોડો આંદોલન કઈ સાલમાં શરૂ થયું હતું?
જવાબ: 1942