ગુજરાત

આજે સમાધાન ન થાય તો 2 ઓકટોબરથી સસ્તા અનાજના વેપારીઓની અચોક્કસ મુદ્દતની હડતાલ

Text To Speech

અમદાવાદ : દિવાળીના તહેવારો પૂર્વે રાજ્યના 17 હજાર સસ્તા અનાજના પરવાનેદારો તા. 2 ઓકટોબરથી હડતાલ ઉપર જવાના છે ત્યારે ગરીબ કાર્ડધારકો માટે રાશન વ્યવસ્થા ખોરવાય જાય નહીં તે બાબતોને ધ્યાનમાં રાખી આજે રાજ્યના કેબિનેટમંત્રીના અધ્યક્ષસ્થાને રાશન વિક્રેતાઓ અને તેના આગેવાનો સાથે બેઠક કરવાના હોવાનું પરવાનેદારોમાંથી જાણવા મળ્યું છે એક તરફ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હડતાલનું શસ્ત્ર સસ્તા અનાજના વેપારીઓ દ્વારા ઉગામવામાં આવતા પુરવઠા મંત્રી સહિતના ચિંતિત બન્યા છે. બીજી તરફ સસ્તા અનાજના પરવાનેદારોની વિવિધ માંગણીઓ છે તેમાં વિતરણ ઘરનો નિયમ પાળવામાં ન આવતાં તેમજ ક્વિન્ટલદીઠ એક કિલો ઘટ માન્ય રાખવાનો પરિપત્ર અમલમાં ન આવતાં હડતાલ પર જવાનું નક્કી કર્યું છે.સસ્તા અનાજ-humdekhengenewsહડતાલનું અગાઉ લેખીત પણ આપ્યું હતું

અત્રે એ ઉલ્લેખનિય છે કે, સૌરાષ્ટ્રમાં જામજોધપુર, વેરાવળ, જામનગર, રાજકોટ સહિતના જિલ્લાઓમાં કલેકટર તેમજ પુરવઠા અધિકારીને સસ્તા અનાજના પરવાનેદારોએ તા. 2 ઓકટોબર ગાંધી જયંતિના દિવસે હડતાલ ઉપર જવાનું નક્કી કર્યું છે. તે બાબતનું લેખીત રજૂઆત કરી આવેદન પણ આપ્યું હતુ. સસ્તા અનાજની તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો છે જો કે, આજ સાંજ સુધીમાં હડતાલ રાખવા બાબતે કોઇ નિર્ણય ન આવે તો હડતાલ ચોક્કસ છે. દરમિયાન ગાંધીનગરથી હડતાલનું નિરાકરણ આવે તે માટેના તમામ પ્રયાસો ચાલુ છે.દરેક જિલ્લાઓમાં સસ્તા અનાજ વેપારી એસો. દ્વારા મામલતદાર, ડીએસઓને રજૂઆત કરી વિવિધ પડતર માંગણી જણાવી હતી. આજે સસ્તા અનાજના બન્ને સંગઠ્ઠનોને ચર્ચા માટે ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે તાજેતરમાં સરકારે પરિપત્ર બહાર પાડ્યો હતો તેમાં ક્વિન્ટલ દીઠ રૂ. 42નો વધારો કરી આપ્યો હતો તેનો હાલ અર્થ રહેતો નથી તેમ એસો. દ્વારા જાણવા મળ્યું છે. પોષણક્ષમ વળતર, કોરોના મૃતક પરવાનેદારોના પરિવારને સહાય, હયાતિમાં જ નોમિનેશન, વારસાઇ બાબતની માંગ પડતર છે.

Back to top button