સ્પોર્ટસ

કાલે મેલબોર્નમાં IND vs ZIM નો મેચ, જાણો વરસાદ વિઘ્ન બનશે કે નહીં ?

Text To Speech

T20 વર્લ્ડ કપમાં આવતીકાલે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે મેલબોર્નમાં નિર્ણાયક મેચ રમાશે. સુપર-12 રાઉન્ડની આ છેલ્લી મેચ હશે. આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં બંને ટીમો પ્રથમ વખત એકબીજા સામે રમશે. મેલબોર્નમાં તમામની નજર ટીમ ઈન્ડિયા પર રહેશે. જો ભારત આ મેચ જીતશે તો તે સેમીફાઈનલમાં પહોંચી જશે, પરંતુ હારના કિસ્સામાં ટુર્નામેન્ટમાંથી બહાર થઈ શકે છે. મેલબોર્નમાં ભારતીય ટીમ બીજી વખત આ T20 વર્લ્ડ કપમાં રમશે. આ પહેલા તેની પાકિસ્તાન સામેની આ પ્રથમ મેચ હતી. જેમાં ટીમ ઈન્ડિયા છેલ્લા બોલ પર જીતી ગઈ. તે મેચ પર વરસાદનો ઓછાયો હતો. મેચના દિવસે આખો દિવસ વાદળછાયું વાતાવરણ હતું, પરંતુ વરસાદ પડ્યો ન હતો. ત્યારે આવો જોઈએ કે કાલના મેચમાં વાતાવરણ કેવું રહેશે.

મેલબોર્નમાં ત્રણ મેચ રદ કરવામાં આવી છે

મેલબોર્નમાં અત્યાર સુધીમાં રમાયેલી પાંચમાંથી ત્રણ મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી છે. જ્યારે એક મેચમાં ડકવર્થ-લુઈસ નિયમના કારણે પરિણામ શક્ય બન્યું હતું. હવે ચાહકોના મનમાં સવાલ એ છે કે શું ભારત-ઝિમ્બાબે મેચ દરમિયાન વરસાદ પડશે ? શું મેલબોર્નમાં બીજી મેચ વરસાદને કારણે ધોવાઈ જશે ?

રવિવારે મેલબોર્નનું હવામાન કેવું રહેશે ? વરસાદ આવે તો શું થશે ?

Weather.com અનુસાર, વરસાદને કારણે મેચમાં વિક્ષેપ પડવાની શક્યતાઓ નહિવત્ છે. જોકે, મેચ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યાથી રમાશે. તે સમયે મેલબોર્નમાં સાંજના સાત વાગ્યા હશે. વધુમાં જો વરસાદ પડે તો મેચ ઓછામાં ઓછી પાંચ-પાંચ ઓવરની થઈ શકે છે. જો પાંચ-પાંચ ઓવર પણ નહીં રમાય તો મેચ રદ્દ કરવામાં આવશે. આ મેચ માટે કોઈ રિઝર્વ ડે નથી. બંને ટીમોને એક-એક પોઈન્ટ મળશે.

બંને ટીમોનું પ્લેઈંગ 11 નીચે મુજબ છે

ભારત : કેએલ રાહુલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક (WK), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, ઋષભ પંત, હર્ષલ પટેલ, યુઝવેન્દ્ર ચહલ, દીપક હુડ્ડા.

ઝિમ્બાબ્વે : વેસ્લી માધવેરે, ક્રેગ એર્વિન (કેપ્ટન), રેગિસ ચકાબ્વા (WK), સીન વિલિયમ્સ, સિકંદર રઝા, મિલ્ટન શુમ્બા, રાયન બર્લે, લ્યુક જોંગવે, ટેન્ડાઈ ચત્રા, રિચાર્ડ નગારવા, બ્લેસિંગ મુજરબાની, બ્રાડ ઈવાન્સ, વેલિંગ્ટન મસાકાડ્ઝા, ટૂ. મદંડે.

Back to top button