ટોપ ન્યૂઝસ્પોર્ટસ

IND vs ZIM: ભારતની ઝિમ્બાબ્વે સામે શાનદાર જીત, પહેલી વન-ડેમાં 10 વિકેટે હરાવ્યું

Text To Speech

ભારતે ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચમાં ઝિમ્બાબ્વેને 10 વિકેટે હરાવ્યું હતું. ગુરુવારે હરારે સ્પોર્ટ્સ ક્લબમાં ટોસ હાર્યા બાદ ઝિમ્બાબ્વેની ટીમ ભારત સામેની પ્રથમ વનડેમાં 189 રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં ભારતે ધવન અને ગિલ વચ્ચેની સદીની ભાગીદારીને કારણે 10 વિકેટે મેચ જીતી લીધી હતી. આ જીત સાથે ભારતે શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. કેએલ રાહુલની કેપ્ટન તરીકે આ પ્રથમ જીત છે. આ પહેલા 4 આંતરરાષ્ટ્રીય મેચોમાં કેપ્ટન કેએલ રાહુલની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. શિખર ધવન અને શુભમન ગિલે ભારતને કોઈપણ મુશ્કેલી વિના પ્રથમ વનડે જીતવામાં મદદ કરી હતી. શિખર ધવને 113 બોલમાં 81 રન બનાવ્યા હતા જ્યારે શુભમન ગિલે 72 બોલમાં 82 રન બનાવ્યા હતા.

આ પહેલા ફાસ્ટ બોલર દીપક ચહરની આગેવાની હેઠળના બોલરોના કારણે ભારત 189 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ઈજાના કારણે લગભગ છ મહિના પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહેલા ચહરે 27 રનમાં ત્રણ વિકેટ લઈને યજમાન ટીમના ટોપ ઓર્ડરને તોડી પાડ્યો હતો. અક્ષર પટેલ (24 રનમાં 3 વિકેટ) અને પ્રણભવ ક્રિષ્ના (50 રનમાં 3 વિકેટ) પણ ત્રણ-ત્રણ વિકેટ લઈને ઝિમ્બાબ્વેને 40.3 ઓવરમાં આઉટ કરી દીધી હતી. ઝિમ્બાબ્વેએ 110 રનમાં આઠ વિકેટ ગુમાવી દીધી હતી ત્યાર બાદ રિચાર્ડ નગારવા (34) અને બ્રેડ ઇવાન્સ (અણનમ 33)એ નવમી વિકેટ માટે 70 રન જોડીને ટીમને સસ્તામાં નીચે પડતી બચાવી હતી. કેપ્ટન રેગિસ ચકાબ્વાએ સૌથી વધુ 35 રન બનાવ્યા હતા. કોવિડ-19 અને સ્પોર્ટ્સ હર્નિયા સર્જરીના કારણે લગભગ ત્રણ મહિના પછી વાપસી કરી રહેલા ભારતીય કેપ્ટન લોકેશ રાહુલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેને તેના બોલરોએ સાચો સાબિત કરવામાં કોઈ કસર છોડી ન હતી. ઝિમ્બાબ્વેની શરૂઆત ખૂબ જ નબળી રહી હતી અને તેણે 11મી ઓવરમાં 31 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી.

કેટલીક દિશાહીન બોલો સિવાય, ચહર અને સિરાજે અન્ય બોલ પર બેટ્સમેનોને ખૂબ જ પરેશાન કર્યા. અંતે, છઠ્ઠી ઓવરમાં નિર્દોષ કૈયાની ધીરજ ખૂટી ગઈ અને તે ચહરની બોલ પર મોટો શોટ રમવાના પ્રયાસમાં વિકેટકીપર સંજુ સેમસનના હાથે કેચ આઉટ થયો. કૈયાએ 20 બોલમાં ચાર રન બનાવ્યા હતા. ચહરની આગલી ઓવરમાં બીજા ઓપનર તદિવનાશે મારુમાની (08) પણ સેમસનને કેચ આપી બેઠો હતો. સિરાજે અનુભવી સીન વિલિયમ્સ (01)ને પ્રથમ સ્લિપમાં શિખર ધવનના હાથે કેચ કરાવ્યો હતો જ્યારે ચહરે વેસ્લી માધવેરે (05)ને એલબીડબલ્યુ ફટકારીને ઝિમ્બાબ્વેને ચોથો ઝટકો આપ્યો હતો.

ભારતના મુખ્ય ખેલાડીઓને ઝિમ્બાબ્વે પ્રવાસ પર મોકલવામાં આવ્યા ન હોવા છતાં, કેએલ રાહુલની આગેવાની હેઠળની ટીમે શાનદાર પ્રદર્શન કરીને પ્રથમ મેચમાં યજમાન ટીમને 10 વિકેટથી હરાવ્યું હતું. આ સાથે, ભારતીય ટીમે કોઈ એક દેશ સામે સતત સૌથી વધુ વન-ડે ઈન્ટરનેશનલ મેચ જીતવાનો રેકોર્ડ બનાવ્યો. ભારતે ઝિમ્બાબ્વે સામે સતત 13મી વન-ડે મેચ જીતી છે.

આ પણ વાંચો : ચહલ-ધનશ્રીમાં બધુ બરાબર નથી? ઇન્સ્ટા પરથી હટાવી ‘સરનેમ’, મિસ્ટ્રી પોસ્ટથી હલચલ

ભારત 2013 થી વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઝિમ્બાબ્વે સામે એક પણ મેચ હારી નથી. અત્યાર સુધી રમાયેલી 13 મેચોમાં ઝિમ્બાબ્વેની ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમ માટે આ એક રેકોર્ડ છે કે ટીમ સતત એક દેશ સામે આટલી બધી ODI મેચ જીતવામાં સફળ રહી છે. ભારતનો અગાઉનો સર્વશ્રેષ્ઠ બાંગ્લાદેશ સામે હતો. ભારતે 1988 થી 2004 દરમિયાન બાંગ્લાદેશ સામે 12 મેચ જીતી હતી.

તે જ સમયે, ભારતની ઓપનિંગ જોડીએ આ મેચમાં 192 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ઝિમ્બાબ્વે સામે આ ત્રીજી વખત છે જ્યારે ટીમે 10 વિકેટે મેચ જીતી છે. ઘણી ઓછી વાર ભારત 10 વિકેટથી જીતવામાં સફળ રહ્યું છે. આ છઠ્ઠી વખત છે જ્યારે ભારતની ઓપનિંગ જોડી 100 કે તેથી વધુ રન બનાવીને અણનમ પરત ફરી છે. આ મેચમાં ઝિમ્બાબ્વેએ 189 રન બનાવ્યા હતા અને ભારતે તેને 30.5 ઓવરમાં હાંસલ કરી લીધું હતું.

Back to top button