સ્પોર્ટસ

INDvsZIM ત્રીજી વનડે : ભારતે ટૉસ જીતી બેટિંગનો કર્યો નિર્ણય,આ છે પ્લેયિંગ ઈલેવન

Text To Speech

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 3 મેચની વનડે સીરીઝની છેલ્લી મેચ આજે રમાશે. જેમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. હવે થોડા સમય બાદ આ મેચ શરૂ થશે. ટીમ ઈન્ડિયાનો પ્રયાસ આ મેચ જીતીને સિરીઝમાં ક્લીન સ્વીપ કરવાનો રહેશે એટલે કે તેને 3-0થી જીતવાનો.

આ માટે ટીમમાં પણ એક બદલાવ કર્યો છે. ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ-11માં 2 ફેરફાર કર્યા છે. દીપક ચહર અને અવેશ ખાનને તક આપવામાં આવી છે. કૃષ્ણા અને મોહમ્મદ સિરાજને આરામ આપવામાં આવ્યો છે.

બીજી તરફ ઝિમ્બાબ્વે ભારતના આ પ્રયાસને નિષ્ફળ બનાવવા માંગશે. જોકે, ભારતે પ્રથમ બે વન-ડેમાં જે પ્રકારનું પ્રદર્શન બતાવ્યું છે, તેના માટે ક્લીન સ્વીપનો લક્ષ્યાંક મુશ્કેલ જણાતો નથી.

ભારતે ઝિમ્બાબ્વે સામેની 3 વનડે સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારતે પ્રથમ વનડે 10 વિકેટે જીતી હતી જ્યારે બીજી વનડે 5 વિકેટે જીતી હતી.

Back to top button