IND vs WI Tests: વેસ્ટ ઈન્ડિઝે સિરીઝ પહેલા કેમ્પ માટે ટીમની કરી જાહેરાત
ટેસ્ટ મેચ ઉપરાંત ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ODI અને T20 શ્રેણી રમશે. હાલમાં જ આ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના નામની જાહેરાત કરવામાં આવી હતી. હવે વેસ્ટ ઈન્ડિઝે ભારત સામેની ટેસ્ટ શ્રેણી પહેલા કેમ્પ માટે પોતાના ખેલાડીઓના નામ જાહેર કર્યા છે. કેરેબિયન ટીમનો કેપ્ટન ક્રેગ બ્રેથવેટ હશે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 2 ટેસ્ટ સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ 12 જુલાઈથી ડોમિનિકામાં રમાશે. આ પહેલા વેસ્ટ ઈન્ડિઝની ટીમ સારી તૈયારી માટે કેમ્પનો ભાગ બનશે. હાલમાં, વેસ્ટ ઈન્ડિઝની ટીમ ઝિમ્બાબ્વેમાં વર્લ્ડ કપ ક્વોલિફાયર રમી રહી છે.
વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં રમી રહેલા ખેલાડીઓ ક્યારે ટીમ સાથે જોડાશે?
વેસ્ટ ઈન્ડિઝની ટીમ 7 જુલાઈએ વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં તેની છેલ્લી સુપર-6 મેચ રમશે. જ્યારે વર્લ્ડ કપ ક્વોલિફાયરની અંતિમ મેચ 9 જુલાઈએ રમાશે. હાલમાં, જેસન હોલ્ડર સિવાય, નિકોલસ પૂરન, રોસ્ટન ચેઝ, કાઈલી મેયર્સ અને અલ્ઝારી જોસેફ જેવા ખેલાડીઓ વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં રમી રહ્યા છે, પરંતુ તેઓ ભારત માટે પ્રથમ ટેસ્ટ મેચ માટે ઉપલબ્ધ રહેશે. જોકે, આ ખેલાડીઓ કેમ્પનો ભાગ બની શકશે નહીં.
સિરીઝની પ્રથમ ટેસ્ટ ડોમિનિકામાં રમાશે
આ તાલીમ શિબિર માટે 18 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. સાથે જ તાલીમ શિબિર પણ આજથી શરૂ થશે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમ 9 જુલાઈએ ડોમિનિકા જવા રવાના થશે. ભારતીય ટીમની વાત કરીએ તો ટેસ્ટ સિરીઝ પહેલા રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ બાર્બાડોસમાં ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લેશે. જ્યારે બંને ટીમો વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 12 જૂનથી ડોમિનિકામાં રમાશે.