ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે પાંચ મેચોની T20 સીરીઝની બીજી મેચ રમાશે. વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે બીજી T20ના સમયમાં ફેરફાર કર્યો છે. હવે મેચ રાત્રે આઠ વાગ્યાથી શરૂ થશે નહીં. તમને જણાવી દઈએ કે અગાઉના શેડ્યૂલ મુજબ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી T20 સેન્ટ કિટ્સમાં ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યાથી રમવાની હતી, પરંતુ હવે આ મેચ રાત્રે 10 વાગ્યે શરૂ થશે.
પાંચ મેચોની શ્રેણીની બીજી મેચ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે સેન્ટ કિટ્સના વોર્નર પાર્કમાં રમાશે. જો કે આ મેચ પહેલા ફેન્સ માટે સારા સમાચાર નથી આવી રહ્યા. ખરાબ હવામાનને કારણે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી T20 મેચ પર અસર પડી શકે છે. હવામાન વિભાગે સોમવારે સેન્ટ કિટ્સમાં વરસાદની આગાહી કરી છે.ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાનારી બીજી T20 મેચ દરમિયાન વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે માહિતી આપી છે કે સોમવારે સેન્ટ કિટ્સનું તાપમાન 26 થી 30 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. આ સાથે હવામાન વિભાગે કહ્યું છે કે સેન્ટ પીટર્સબર્ગમાં 27 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.