ટ્રેન્ડિંગસ્પોર્ટસ

IND VS WI : Joshua Da Silvaની માતાએ વિરાટ કોહલીને ગળે લગાડ્યો,વિડીયો થયો વાઈરલ

Virat Kohli : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અંતિમ ટેસ્ટ મેચમાં ટેસ્ટ સિરીઝની બીજી મેચ પોર્ટ ઓફ સ્પેનમાં રમાઈ રહી છે. આ બીજી ટેસ્ટના બીજા દિવસ પછી એક ભાવનાત્મક ક્ષણ ઉભરી આવી, જ્યારે વિન્ડીઝના વિકેટકીપર Joshua Da Silvaની માતાએ વિરાટ કોહલીને ગળે લગાડ્યો.

વિરાટ કોહલીએ 500મી ટેસ્ટમાં શાનદાર સદી ફટકારી

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીએ 500મી મેચમાં શાનદાર સદી ફટકારી હતી.આ મેચ દરમ્યાન બીજા ટેસ્ટના બીજા દિવસની રમતમાં વિરાટ કોહલીએ ઘણા નવા રેકોર્ડ બનાવ્યા છે.

વિરાટ કોહલીએ પૂરું કર્યું વચન

વિરાટ કોહલીએ પોતાના ઇન્ટરનેશનલ કરિયરની 500મી મેચમાં પોતાની 29મી ટેસ્ટ સદી સાથે આ ક્ષણને વધુ આનંદદાયક બનાવી દીધી હતી. આ બીજા ટેસ્ટના બીજા દિવસની રમત સમાપ્ત થયા પછી, વિરાટે વિન્ડીઝના વિકેટકીપરJoshua Da Silvaને આપેલું વચન પૂરું કરતા તેની માતા સાથે મુલાકાત કરી હતી.

ભારતીય ટીમ 438 રન બનાવીને ઓલઆઉટ થયુ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝએ ભારતીય ટીમ 438 રનએ 10 વિકેટ પડી ગઈ હતી.અને આ મેચ વિરાટે કોહલીએ 206 બોલમાં 121 રન બનાવ્યા હતા.

આ દરમ્યાન એક ભાવનાત્મક ક્ષણ સામે આવી

બીજા દિવસે રમત સમાપ્ત થયા પછી, જ્યારે ટીમો બસ દ્વારા હોટેલ પરત ફરી રહી હતી, ત્યારે એક ભાવનાત્મક ક્ષણ સામે આવી, જ્યારે વિરાટ કોહલીને મળ્યા પછી વિન્ડીઝના વિકેટકીપર Joshua Da Silvaની માતા ખૂબ જ ખુશ દેખાતી હતી. તેણે વિરાટ પ્રત્યે લાડ બતાવી. જોશુઆની માતા અહીં જ ન અટકી, તેણે વિરાટ કોહલીને ગળે લગાવ્યો અને તેને પ્રેમથી કિસ કરી. ત્યાં તેણે વિરાટ સાથે લાંબા સમય સુધી વાત કરી.

વિરાટ કોહલી પણ થયો આશ્ચર્યચકિત

જો કે, મેચના પહેલા જ દિવસે વિરાટ કોહલી સાથે વિકેટકીપર જોશુઆ ડા સિલ્વાનો વીડિયો ચર્ચામાં આવ્યો હતો. વાસ્તવમાં જોશુઆ દા સિલ્વાએ વિરાટને કહ્યું હતું કે તેની માતા ક્વીન્સ પાર્ક ઓવલ (પોર્ટ ઓફ સ્પેન) આવશે. વિરાટ અને જોશુઆ વચ્ચેની વાતચીત પણ સ્ટમ્પ માઈકમાં રેકોર્ડ કરવામાં આવી હતી. વિરાટ કોહલી પણ આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો.

જોશુઆએ મેચ દરમિયાન જે કહ્યું હતું તે સાચું સાબિત થયું અને તેની માતા વિરાટ કોહલીને મળવા ગઈ. વિરાટે જોશુઆની માતા સાથે પણ લાંબા સમય સુધી વાત કરી હતી.જોશુઆની માતા જે રીતે વિરાટને મળી હતી તેનાથી ફરી એકવાર સાબિત થયું છે કે વિરાટ કોહલીની લોકપ્રિયતા કેરેબિયન દેશોમાં પણ ઘણી છે.

આ પણ વાંચો : દિકરો હોય તો આવો, માતાનું અંગદાન કરીને 20 વર્ષના પુત્રએ 4 જીંદગી બચાવી

Back to top button