

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પાંચ મેચની T20I શ્રેણીની ત્રીજી મેચ વોર્નર પાર્ક, સેન્ટ કિટ્સ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરતા 5 વિકેટે 164 રન બનાવ્યા હતા. યજમાન ટીમ તરફથી કાયલ મેયર્સે 50 બોલમાં 73 રન બનાવ્યા હતા. કેપ્ટન નિકોલસ પૂરને 22 અને શિમરોન હેટમાયર 20 જ્યારે રોવમેન પોવેલે 23 રન બનાવ્યા હતા.
Innings Break!
West Indies post 164/5 on the board.
Over to #TeamIndia batters now. ???? ????
Scorecard ▶️ https://t.co/RpAB69ptVQ #WIvIND pic.twitter.com/lfS6Mg0Ph9
— BCCI (@BCCI) August 2, 2022
સેન્ટ કિટ્સમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે T20 સિરીઝની ત્રીજી મેચ રમાઈ રહી છે. પાંચ મેચોની આ શ્રેણી હાલમાં 1-1થી બરાબર છે. ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરીને 164 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો : દેશમાં બૂસ્ટર ડોઝ માટે મિક્સ કોરોના વેક્સિનની ભલામણ, સરકાર લેશે મહત્વનો નિર્ણય
ભારત:
રોહિત શર્મા, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, દીપક હુડા, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન, અર્શદીપ સિંહ
વેસ્ટ ઈન્ડિઝ:
બ્રાન્ડોન કિંગ, કાયલ મેયર્સ, નિકોલસ પૂરન, શિમરોન હેટમાયર, ડેવોન થોમસ, રોવમેન પોવેલ, જેસન હોલ્ડર, અકીલ હુસેન, અલઝારી જોસેફ, ઓબેદ મેકકોય, ડોમિનિક ડ્રેક્સ