ટ્રેન્ડિંગસ્પોર્ટસ

IND VS WI 2nd Test : 1677 દિવસ પછી વિદેશી ધરતી પર વિરાટ કોહલીએ ફટકારી સદી

Text To Speech

Trinidad : ભારત અને વેસ્ટ રમાનારી બીજી અને અંતિમ ટેસ્ટ મેચએ ટ્રીનીલેન્ડમાં રમાઈ રહી છે.ટીમ ઇન્ડિયા શાનદાર પ્રદર્શન દર્શાવી રહ્યું છે. ત્યારે ટીમ ઇન્ડિયાના બેટ્સમેન રોહીત્ત શર્મા અને વિરાટ કોહલી શાનદાર પ્રદર્શન દેખાય રહ્યું છે.વિરાટ કોહલી 500મી મેચ રમી રહ્યો છે.આ મેચમાં વિરાટ કોહલીએ સદી ફટકારી હતી.આ પહેલા કોઈ પણ બેટ્સમેને 500મી મેચમાં 50 રન પણ બનાવી શક્યા નથી.

વિરાટ કોહલીનું શાનદાર પ્રદર્શન

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પોર્ટ ઓફ સ્પેન ટેસ્ટ મેચમાં સદી ફટકારી છે. કોહલીએ મેચના બીજા દિવસે શેનન ગેબ્રિયલના બોલ પર ચોગ્ગો મોકલીને પોતાની સદી પૂરી કરી હતી.

180 બોલમાં સદી ફટકારી વિરાટ કોહલીએ

વિરાટ કોહલીએ 180 બોલમાં 10 ચોગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી. કોહલીની ટેસ્ટ કારકિર્દીની આ 29મી સદી હતી. આ સદી સાથે વિરાટ કોહલીની આંતરરાષ્ટ્રીય સદીની સંખ્યા હવે 76 પર પહોંચી ગઈ છે. કોહલીએ 206 બોલમાં 121 રન બનાવ્યા જેમાં 11 ચોગ્ગા સામેલ હતા. કોહલી અલઝારી જોસેફે રનઆઉટ થયો હતો.

16 ડિસેમ્બર 2018ના રોજ પર્થમાં છેલ્લી ટેસ્ટ સદી ફટકારી

વિરાટ કોહલીએ છેલ્લી ટેસ્ટ સદી ઓસ્ટ્રેલિયા સામે 1677 દિવસ અગાઉ અને 31 ઇનિંગ્સ બાદ પર્થમાં સદી ફટકારી હતી. અને વેસ્ટ ઈન્ડિઝ સામે વિરાટ કોહલીની આ ત્રીજી સદી છે.

ઓસ્ટ્રેલિયાના ડોન બ્રેડમેનની રેકોર્ડની કરી બરાબરી

વિરાટ કોહલીએ આ સદી સાથે ઓસ્ટ્રેલિયાના ડોન બ્રેડમેનની રેકોર્ડની બરાબરી કરી છે.અને આ સદી સાથે કેન વિલિયમ્સન ને પાછળ છોડી દીધો છે.

વેસ્ટ ઈન્ડિઝ સામે સૌથી વધુ સદી (આંતરરાષ્ટ્રીય મેચો)

  • 13 – સુનીલ ગાવસ્કર
  • 12 – જેક કાલિસ
  • 12 – વિરાટ કોહલી
  • 11 – એબી ડી વિલિયર્સ

ટેસ્ટમાં નંબર 4 પર સૌથી વધુ સદી

  • 44- સચિન તેંડુલકર (ભારત)
  • 35- જેક કાલિસ (દક્ષિણ આફ્રિકા)
  • 30- મહેલા જયવર્દને (શ્રીલંકા)
  • 25- વિરાટ કોહલી (ભારત)
  • 24- બ્રાયન લારા (વેસ્ટ ઈન્ડિઝ)

આ પણ વાંચો :  ODI વર્લ્ડકપ 2023 પહેલા BCCI એ પાંચ ખેલાડીઓને લઈને મોટું અપડેટ આપ્યું

Back to top button