શ્રીલંકા સામેની T20 શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ ભારતીય ટીમની નજર હવે વનડે શ્રેણી પર છે. બંને દેશો વચ્ચે મંગળવારે 10 જાન્યુઆરીથી ત્રણ મેચની વનડે સિરીઝ શરૂ થઈ રહી છે. T20 શ્રેણીમાં હાર્દિક પંડ્યાએ ટીમની કમાન સંભાળી હતી. ત્યારે હવે રોહિત શર્મા વનડે શ્રેણીમાં ટીમની આગેવાની કરવા જઈ રહ્યો છે. મહત્વનું છે કે, રોહિત ઈજાના કારણે ક્રિકેટથી દૂર હતો.
આ જાણીતા ખેલાડીઓ રમતા જોવા મળશે
આ વનડે ક્રિકેટ મેચોમાં વિરાટ કોહલી, મોહમ્મદ શમી અને કેએલ રાહુલ જેવા વરિષ્ઠ ખેલાડીઓ પણ જોવા મળશે. આ સાથે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પણ પીઠની ઈજામાંથી સાજા થઈને એક્શનમાં વાપસી કરી રહ્યો છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત ઘણા ખેલાડીઓ પણ પ્રથમ વનડે માટે ગુવાહાટી પહોંચી ગયા છે.
શું છે વનડે સિરીઝનો શેડયૂલ ?
વનડે સિરીઝના શેડ્યૂલની વાત કરીએ તો, પહેલી મેચ 10 જાન્યુઆરીએ ગુવાહાટીમાં રમાશે. ત્યારબાદ 12 જાન્યુઆરીએ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં અને 15 જાન્યુઆરીએ તિરુવનંતપુરમના મેદાનમાં બંને ટીમો ટકરાશે. ત્રણેય વનડે ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધીમાં 162 વન-ડે ઈન્ટરનેશનલ મેચોનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ 93 મેચ જીતી છે અને શ્રીલંકાની ટીમ 57 મેચ જીતવામાં સફળ રહી હતી. આ સાથે 11 મેચનું પરિણામ મળી શક્યું નથી અને એક મેચ પણ ટાઈ રહી હતી.
ODI શ્રેણી માટે બંને ટીમોની ટીમ
ટીમ ઈન્ડિયા : રોહિત શર્મા (કેપ્ટન), શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ (વિકેટકીપર), વિરાટ કોહલી, શુભમન ગિલ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક અને જસપ્રીત બુમરાહ.
શ્રીલંકા : દાસુન શનાકા (કેપ્ટન), નુવાનિડુ ફર્નાન્ડો, અવિષ્કા ફર્નાન્ડો, એશેન બંદારા, પથુમ નિસાન્કા, ધનંજય ડી’સિલ્વા, ચરિત અસલંકા, ચમિકા કરુણારત્ને, કુસલ મેન્ડિસ (વિકેટકીપર), સાદિરા સમરવિક્રમા (વિકેટકીપર), પ્રમોદશાંકા, પ્રમોદશાન, પ્રમોશન ડુનિથ વેલેજ, જેફરી વાન્ડર્સે, કાસુન રાજીથા, લાહિરુ કુમારા અને મહિષ તિક્ષ્ણ.