ટ્રેન્ડિંગસ્પોર્ટસ

IND vs SL : શ્રીલંકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો, શુભમન ગિલ અને શિવમ માવીએ કર્યુ ડેબ્યું

Text To Speech

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ટોસ ઉછળી ચૂક્યો છે અને શ્રીલંકાની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમ આજે હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં શ્રીલંકા સામે  શ્રેણીની શરૂઆત કરશે. ટોસ પહેલા બે ભારતીય ખેલાડીઓ શુભમન ગિલ અને શિવમ માવીએ T20 પોતાનું ડેબ્યું કર્યુ છે. ટોસ પહેલા આ બંને ખેલાડીઓને ટીમની કેપ આપવામાં આવી હતી. આ બંને ખેલાડીઓ આજે ભારત માટે પ્રથમ T20 મેચ રમી રહ્યા છે.

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

ભારતીય ટીમઃ ઈશાન કિશન (વિકેટકીપર), શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા (કેપ્ટન), દીપક હુડા, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, શિવમ માવી, ઉમરાન મલિક, યુઝવેન્દ્ર ચહલ.

શ્રીલંકાની ટીમઃ પથુમ નિસાંકા, કુશલ મેન્ડિસ (વિકેટમાં), ધનંજયા ડી’સિલ્વા, ચરિત અસલંકા, ભાનુકા રાજપક્ષે, દાસુન શનાકા (સી), વાનિન્દુ હસરાંગા, ચમિકા કરુણારત્ને, મહેશ તિક્ષ્ણ, કસુન રાજીથા, દિલશાન મદુશાનકા.

શિવમ માવીએ અંડર-19ના દિવસો યાદ કર્યા

આ શ્રેણીમાં ભારતીય ઝડપી બોલર શિવમ માવીને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. આ પછી તેને અંડર-19 ક્રિકેટના દિવસો યાદ આવ્યા. શીવમ માવીએ અને તેની ટીમે અંડર-19 ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યુ હતું. હવે શીવમ માવી દેશની સિનિયર ટીમ માટે ઘણાં રેકોર્ડ બ્રેક કરવા માંગે છે.

Back to top button