સ્પોર્ટસ

IND vs SL: જસપ્રીત બુમરાહ શ્રીલંકા સામેની ODI શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં જોડાયો, NCAમાં ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો

Text To Speech

ભારત અને શ્રીલંકા વચ્ચે 10 જાન્યુઆરીથી ત્રણ મેચની વનડે શ્રેણી રમાશે. આ શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. વાસ્તવમાં સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ટીમમાં વાપસી થઈ છે. બુમરાહ ઈજાના કારણે સપ્ટેમ્બર 2022થી ટીમ ઈન્ડિયાથી દૂર ચાલી રહ્યો હતો. જોકે હવે તેણે નેશનલ ક્રિકેટ એકેડમીમાં ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે. ઓલ ઈન્ડિયા સિનિયર સિલેક્શન કમિટીએ શ્રીલંકા સામેની આગામી 3 મેચની વનડે શ્રેણી માટે ભારતીય ટીમમાં ઝડપી બોલર જસપ્રિત બુમરાહનો સમાવેશ કર્યો છે.

જસપ્રીત બુમરાહ સપ્ટેમ્બર 2022થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર હતો. પીઠની ઈજાને કારણે તે ICC મેન્સ 2022 T20 વર્લ્ડ કપમાંથી પણ બહાર થઈ ગયો હતો. ભારતનો આ સ્ટાર ફાસ્ટ બોલર રિહેબિલિટેશનમાંથી પસાર થયો છે અને હવે તેને નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) દ્વારા ફિટ જાહેર કરવામાં આવ્યો છે. હવે બુમરાહ ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયાની ODI ટીમ સાથે જોડાશે

શ્રીલંકા સામેની વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક અને અર્શદીપ સિંહ.

આજે પ્રથમ T20 રમાશે

ઉલ્લેખનીય છે કે, ભારત અને શ્રીલંકા વચ્ચે આજથી ત્રણ મેચની T20 સીરીઝ શરૂ થઈ રહી છે. બંને ટીમો વચ્ચે પ્રથમ T20 મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહ ટી-20 સિરીઝ માટે ટીમમાં નથી. હાર્દિક પંડ્યા ટી-20 સિરીઝમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન છે. ટી20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયામાં ઘણા યુવા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે.

આ પણ વાંચો : IND vs SL: ભારત શ્રીલંકા વચ્ચે આજે 1st T20I, જાણો પિચ, હવામાન, સંભવિત પ્લેઇંગ XI

Back to top button