સ્પોર્ટસ

IND vs SL 1st ODI : ભારત સામે શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો

Text To Speech

ભારત અને શ્રીલંકા વચ્ચે આજથી ત્રણ વનડે મેચોની સિરીઝ શરૂ થઈ રહી છે. ગુવાહાટીમાં રમાનારી આ મેચ દ્વારા ટીમ ઈન્ડિયાની નજર આ વર્ષે યોજાનાર ODI વર્લ્ડ કપની તૈયારીઓ પર છે. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. રોહિત શર્મા પણ પહેલા બોલિંગ કરવા માંગતો હતો. જો કે રોહિત શર્માની ટીમે પણ પહેલા બેટિંગ કરવા માટે તૈયારી કરી લીધી છે.

રોહિત શર્મા બાંગ્લાદેશ સામે ઈજાગ્રસ્ત થયા બાદ ટીમમાં વાપસી કરી રહ્યો છે. રોહિત શર્માએ સ્પષ્ટ કર્યું છે કે શુભમન ગિલ તેની સાથે ઓપનિંગ સંભાળશે. આનો અર્થ એ થયો કે બાંગ્લાદેશ સામેની છેલ્લી ODIમાં બેવડી સદી ફટકારનાર ઈશાન કિશનને પ્લેઈંગ 11માં તક નહીં મળે.

શ્રીલંકા સામે વિરાટનો રેકોર્ડ શાનદાર છે

શ્રીલંકા સામે વિરાટ કોહલીનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. વિરાટ કોહલીએ શ્રીલંકા સામે 2200થી વધુ રન બનાવ્યા છે. આ દરમિયાન વિરાટની એવરેજ 60 રહી છે. એટલું જ નહીં વિરાટ કોહલીએ આ ટીમ સામે 8 સદી અને 11 અડધી સદી ફટકારી છે.

હાર્દિક પંડ્યા બોલિંગ કરશે

શ્રીલંકા સામેની સિરીઝમાં હાર્દિક પંડ્યાનું રમવું ટીમ ઈન્ડિયા માટે મોટી રાહતના સમાચાર છે. હાર્દિક પંડ્યાને રમવાથી ભારતને બોલિંગનો વધારાનો વિકલ્પ મળશે. જો પીચ પર સ્પિનરોને મદદ મળે તો ભારત માત્ર બે ઝડપી બોલરો સાથે મેદાનમાં ઉતરી શકે છે.

આવી છે ભારતની પ્લેઇંગ 11

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, યુઝવેન્દ્ર ચહલ

આ પણ વાંચો : BCCIનો માસ્ટરપ્લાન શું છે ? કેમ ‘બુમરાહ’ને શ્રીલંકા સામેની ODI શ્રેણીમાંથી બહાર કરાયો ?

Back to top button