IND vs SA T20: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં આ બોલરને મળી શકે છે તક
દક્ષિણ આફ્રિકા સામે 5 મેચોની શ્રેણીની બીજી મેચ કટકના બારાબતી સ્ટેડિયમમાં રમાશે. પ્રથમ મેચ હારી ચૂકેલી ટીમ ઈન્ડિયા સામે બોલિંગ ઓર્ડર બદલવાનો પડકાર રહેશે. દિલ્હીમાં રમાયેલી પ્રથમ T20માં ભારતીય બોલરો નિરાશ થયા હતા. જ્યારે બેટ્સમેનોએ સારી બેટિંગનું પ્રદર્શન કર્યું હતું અને વિરોધી ટીમ સામે 211 રન બનાવ્યા હતા. આવું પહેલીવાર બન્યું કે, T20માં 200થી વધુનો સ્કોર બનાવવા છતાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો.
ઓપનિંગ બેટિંગ
કેએલ રાહુલની ગેરહાજરીમાં ઈશાન કિશનને તક મળી છે. તેથી ઓપનિંગ જોડીની વાત કરીએ તો ઋતુરાજ ગાયકવાડ ફરી એકવાર ઈશાન સાથે જોવા મળશે. ઈશાને પ્રથમ મેચમાં શાનદાર બેટિંગ કરી હતી અને 48 બોલમાં 76 રન બનાવ્યા હતા. પરંતુ ગાયકવાડે 15 બોલમાં 23 રન બનાવ્યા હતા. આ મેચમાં પણ આ બંને પર ટીમની સારી શરૂઆત કરાવવાની જવાબદારી રહેશે.
મિડલ ઓર્ડરમાં ટીમ ઈન્ડિયા
મિડલ ઓર્ડરની વાત કરીએ તો ટીમમાં જોરદાર ખેલાડીઓ છે. ટીમ પાસે શ્રેયસ અય્યર, ઋષભ પંત, હાર્દિક પંડ્યા અને દિનેશ કાર્તિક જેવા શ્રેષ્ઠ વિકલ્પો છે. જોકે, પ્રથમ T20માં દિનેશ કાર્તિકને ઘણા બોલ રમવાની તક મળી ન હતી. અય્યરે સારી બેટિંગ કરી હતી. ટીમ ઈન્ડિયા આ મેચમાં તેની પાસેથી મોટી ઈનિંગ્સની આશા રાખશે.
બોલિંગમાં ટીમ ઈન્ડિયા
પ્રથમ ટી-20માં ટીમ ઈન્ડિયાના બોલરો નિરાશ થયા હતા અને ડેથ ઓવરોમાં બધાએ જોરદાર લૂંટ ચલાવી હતી. તેથી બોલિંગ ક્રમમાં ફેરફાર જોવા મળી શકે છે. ફાસ્ટ બોલિંગની વાત કરીએ તો અર્શદીપ સિંહ અથવા ઉમરાન મલિકને તક મળી શકે છે. આ સિવાય મિલર અને ડિકોકની જોડીને ધ્યાનમાં લેતા રવિ બિશ્નોઈને કાઉન્ટર તરીકે તક મળી શકે છે.
ભારતની સંભવિત પ્લેઇંગ ઈલેવન
રૂતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, ઋષભ પંત (w/c), દિનેશ કાર્તિક, રવિ બિશ્નોઈ, હર્ષલ પટેલ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ અને ભુવનેશ્વર કુમાર