ટ્રેન્ડિંગસ્પોર્ટસ

IND vs SA T20: સૂર્યકુમારે રોહિત-પંડ્યાનો રેકોર્ડ તોડ્યો, દ.આફ્રિકા સામે મોટી સિદ્ધિ હાંસલ કરી

Text To Speech

જોહાનિસબર્ગ, 14 ડિસેમ્બર 2023: ભારતે T20 સિરીઝની ત્રીજી મેચમાં દક્ષિણ આફ્રિકાને 106 રને હરાવ્યું. આ મેચમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે તોફાની સદી ફટકારી હતી. સૂર્યાની ‘પ્લેયર ઓફ ધ મેચ’ અને ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ તરીકે પસંદગી કરવામાં આવી હતી. આ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને તેણે રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાનો રેકોર્ડ તોડ્યો હતો. જોહાનિસબર્ગમાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાની જીત સાથે શ્રેણી 1-1ની બરાબરી પર સમાપ્ત થઈ ગઈ હતી.

Suryakumar Yadav
Suryakumar Yadav

સૂર્યા ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ વખત ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ જીતવાના મામલે બીજા સ્થાને પહોંચી ગયો છે. આ મામલે તેણે રોહિત શર્મા, ભુવનેશ્વર કુમાર અને હાર્દિક પંડ્યા સહિત ઘણા ખેલાડીઓને પાછળ છોડી દીધા છે. સૂર્યાએ આ ખિતાબ 4 વખત જીત્યો છે. રોહિત અને પંડ્યા બે-બે વખત આ એવોર્ડ જીતી ચૂક્યા છે. ભુવનેશ્વર આ ખિતાબ 3 વખત જીતી ચૂક્યો છે. ભારત માટે ટી20માં સૌથી વધુ વખત ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ જીતવાનો એવોર્ડ વિરાટ કોહલીના નામે છે. કોહલીએ આ ખિતાબ 7 વખત જીત્યો છે.

MS ધોનીને લઈને BCCIનો મોટો નિર્ણય, જર્સી નંબર 7 થશે નિવૃત્ત, ખેલાડીઓને આદેશ જારી

ત્રીજી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 201 રન બનાવ્યા હતા. આ દરમિયાન સૂર્યાએ સદી ફટકારી હતી. તેણે 56 બોલનો સામનો કરીને 100 રન બનાવ્યા હતા. સૂર્યાએ આ ઇનિંગમાં 7 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા. ઓપનર યશસ્વી જયસ્વાલે 41 બોલનો સામનો કરીને 60 રન બનાવ્યા હતા. તેણે 6 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. ભારતે આપેલા ટાર્ગેટનો પીછો કરવા આવેલી દક્ષિણ આફ્રિકાની ટીમ 95 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી કુલદીપ યાદવે 5 વિકેટ લીધી હતી.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી હતી. આ પછી બીજી મેચમાં દક્ષિણ આફ્રિકાએ 5 વિકેટે જીત મેળવી હતી. આ મેચ પણ વરસાદને કારણે પ્રભાવિત થઈ હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ ત્રીજી મેચ જીતી લીધી અને સિરીઝ 1-1થી બરાબર થઈ.

Back to top button