

આફ્રિકા સાથે ગુવાહાટીમાં રમાયેલી બીજી T20 મેચમાં પ્રથમ ઇનિંગમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર બેટિંગ કરી છે. ભારતે સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલીની ઇનિંગ્સના આધારે 237 રનનો મોટો સ્કોર બનાવ્યો છે. સાઉથ આફ્રિકાને આ મેચ જીતીને સિરીઝ બરાબર કરવા માટે 238 રન બનાવવા પડશે.
સૂર્યકુમાર યાદવે માત્ર 22 બોલમાં 61 રન બનાવ્યા હતા.
ટીમ ઈન્ડિયાએ આ મેચમાં પ્રથમ બેટિંગ કરીને શરૂઆતથી જ પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા હતા. પહેલા કે.એલ રાહુલ અને રોહિત શર્માની જોડીએ આફ્રિકા પર આક્રમણ કર્યું, ત્યારબાદ સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલીએ કંઈક એવું કરી બતાવ્યું જેની સામે આફ્રિકાના બોલરો ઘૂંટણિયે પડેલા જોવા મળ્યા. સૂર્યકુમાર યાદવે માત્ર 22 બોલમાં 61 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો : આફ્રિકા સામેની વનડે સીરીઝ માટે ટીમ India ની જાહેરાત, શિખર ધવન કેપ્ટન