ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 5 ટી20 મેચોની શ્રેણીની છેલ્લી મેચ આજે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગ્લોરમાં રમાશે. બંને ટીમોની નજર આ નિર્ણાયક મેચ જીતીને સિરીઝ જીતવા પર રહેશે. જો ભારતીય કેપ્ટન ઋષભ પંત આજની મેચ જીતી જશે તો તે એક રેકોર્ડ પણ પોતાના નામે કરી લેશે.
ભારતીય ટીમ હજુ સુધી દક્ષિણ આફ્રિકાથી ઘરઆંગણે શ્રેણી જીતી શકી નથી. બંને ટીમો વચ્ચે પ્રથમ વખત 5 મેચની T20 સીરીઝ રમાઈ રહી છે. આ પહેલા સાઉથ આફ્રિકાની ટીમ બે વખત ભારતની મુલાકાતે આવી હતી, પરંતુ બંને વખત ભારત શ્રેણી જીતી શક્યું ન હતું. વર્તમાન શ્રેણીમાં બંને ટીમો 2-2ની બરાબરી પર છે. જો ભારત આજે સીરીઝ જીતી લે છે તો કેપ્ટન તરીકે ઋષભ પંત દક્ષિણ આફ્રિકા સામેની T20 હોમ સીરીઝ જીતનાર પ્રથમ કેપ્ટન હશે.
ભારતનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ
પ્રથમ વખત: વર્ષ 2015/2016માં – દક્ષિણ આફ્રિકાએ ત્રણ મેચની શ્રેણી 2-0થી જીતી.
બીજી વખત: વર્ષ 2019/2020માં – શ્રેણી 1-1 થી બરાબર થઈ હતી.
ત્રીજી વખત*: વર્ષ 2022માં- સિરીઝ 2-2, આજે નિર્ણાયક મેચ.
બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન
ભારત: ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, શ્રેયસ ઐયર, ઋષભ પંત (વિકેટમાં/કેપ્ટન), હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, અવેશ ખાન.
દક્ષિણ આફ્રિકા: ટેમ્બા બાવુમા (c), ક્વિન્ટન ડી કોક (wk), ડ્વેન પ્રિટોરિયસ, રાસી વાન ડેર ડુસેન, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, વેઈન પાર્નેલ, કાગીસો રબાડા, કેશવ મહારાજ, એનરિક નોર્ટજે, લુંગી એનગિડી.