IND vs SA T20 : ચોથી મેચમાં ભારતે ટોસ જીત્યો, પ્રથમ બેટિંગ કરશે
જોહાનિસબર્ગ, 15 નવેમ્બર : ભારતીય ટીમ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 4 મેચોની T20 સીરીઝની ચોથી મેચ રમાઈ રહી છે. જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બંને ટીમોના પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
જો હાર થશે તો સીરીઝ ટાઈ રહેશે. આવી સ્થિતિમાં ભારતનો અજેય રથ અકબંધ રહેશે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાએ વર્તમાન સીરીઝની પ્રથમ મેચ 61 રને અને ત્રીજી મેચ 11 રને જીતી હતી. આ રીતે ટીમે શ્રેણીમાં 2-1ની સરસાઈ મેળવી લીધી છે.
દક્ષિણ આફ્રિકા સામેની દ્વિપક્ષીય T20 શ્રેણીમાં ભારતીય ટીમનો રેકોર્ડ શાનદાર છે. ભારતીય ટીમ છેલ્લી 5 શ્રેણીમાં હાર્યું નથી. આ રીતે જો અજેય રથ પર સવાર ભારતીય ટીમ આજે સાઉથ આફ્રિકા સામેની મેચ જીતી જશે તો તે શ્રેણી 3-1થી જીતી લેશે.
ભારત-દક્ષિણ આફ્રિકાની પ્લેઈંગ-11
ભારતીય ટીમઃ સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, રમનદીપ સિંહ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ અને વરુણ ચક્રવર્તી.
દક્ષિણ આફ્રિકાની ટીમ: રીઝા હેન્ડ્રિક્સ, રેયાન રિકલ્ટન (wk), એડન માર્કરામ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જેન્સેન, એન્ડીલે સિમેલેન, ગેરાલ્ડ કોએત્ઝી, કેશવ મહારાજ અને લુથો સિપામલા.
આ પણ વાંચો :- પીએમ મોદીનો મોબાઈલ નંબર શું છે? તમે આ રીતે સંપર્ક કરી શકો છો