ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

IND vs SA: પ્રથમ વનડેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને આઠ વિકેટે હરાવ્યું

  • ભારતીય યુવા બોલરોએ દક્ષિણ આફ્રિકા સામે બુમ પડાવી.
  • દક્ષિણ આફ્રિકા 27.3 ઓવરમાં ઓલઆઉટ થઈ ગયું.

જોહાનિસબર્ગ, 17 ડિસેમ્બર: ભારતીય ટીમે પ્રથમ વનડેમાં દક્ષિણ આફ્રિકાને 8 વિકેટથી હરાવ્યું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની વનડે સીરિઝમાં 1-0થી આગળ છે. ભારતીય ટીમ માટે બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. દક્ષિણ આફ્રિકાના સુકાની એડન માર્કરામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે ખોટો સાબિત થયો હતો. આ મેચમાં ભારતીય બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી.

 

દક્ષિણ આફ્રિકા 27.3 ઓવરમાં ઓલઆઉટ થઈ ગયું

દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનો ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને અવેશ ખાનની શાનદાર બોલિંગ સામે ટકી શક્યા ન નહીં, જેના કારણે ટીમ પ્રથમ વનડેમાં 27.3 ઓવરમાં માત્ર 116 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

અર્શદીપ સિંહે પાંચ વિકેટ લીધી

અર્શદીપે તેની 10 ઓવરના ક્વોટામાં 37 રન આપીને પાંચ વિકેટ લીધી હતી. જ્યારે અવેશે આઠ ઓવરમાં 27 રન આપીને ચાર વિકેટ લીધી હતી. કુલદીપ યાદવને એક સફળતા મળી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી એન્ડીલે ફેહલુકવાયોએ 33 રન અને ઓપનર ટોની ડી જોર્જીએ 28 રનનું યોગદાન આપ્યું હતું. આ બે ખેલાડીઓ સિવાય દક્ષિણ આફ્રિકાનો કોઈ બેટ્સમેન સારું પ્રદર્શન કરી શક્યો નહોતો.

ભારતે 16.4 ઓવરમાં જીત મેળવી

નાના લક્ષ્યનો પીછો કરી રહેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી ન હતી. જ્યારે રૂતુરાજ ગાયકવાડ માત્ર 5 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ આ પછી સાઈ સુદર્શને 55 રન અને શ્રેયસ અય્યરે 52 રન બનાવ્યા હતા. તિલક વર્માએ વિનિંગ રન બનાવ્યા હતા. સાઈ સુદર્શને આ મેચમાં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. તે પોતાની ડેબ્યૂ મેચમાં પોતાની બેટિંગથી બધાના દિલ જીતવામાં સફળ રહ્યો છે.

ભારત અને દક્ષિણ આફ્રિકાની પ્લેઇંગ 11

ભારત: કેએલ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, સાંઈ સુદર્શન, શ્રેયસ અય્યર, તિલક વર્મા, સંજુ સેમસન, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, આવેશ ખાન, કુલદીપ યાદવ અને મુકેશ કુમાર.

દક્ષિણ આફ્રિકા: એડન માર્કરમ (કેપ્ટન), રીઝા હેન્ડ્રીક્સ, ટોની ડી ઝોર્ઝી, રાસી વેન ડેર ડ્યુસેન, હેનરિક ક્લાસેન(વિકેટકીપર), ડેવિડ મિલર, વિઆન મુલ્ડર, એન્ડીલે ફેહલુકવાયો, કેશવ મહારાજ, નાન્દ્રે બર્જર અને તબરેઝ શમ્સી.

આ પણ વાંચો: દક્ષિણ આફ્રિકા સામેની “ટેસ્ટ” સીરિઝમાં ઈશાન કિશન નહીં રમે, જાણો કેમ ?

Back to top button