ટ્રેન્ડિંગસ્પોર્ટસ

IND vs SA: ભારતની દક્ષિણ આફ્રિકા સામે 7 વિકેટથી જીત,સિરીઝ 1-1થી બરાબર

Text To Speech

કેપટાઉન 04 જાન્યુઆરી 2024: દક્ષિણ આફ્રિકામાં ભારત અને દક્ષિણ આફ્રિકા સાથેની બીજી ટેસ્ટ મેચમાં ભારતે 7 વિકેટથી જીત મેળવી છે. જેમાં દક્ષિણ આફ્રિકાએ 79 રનના લક્ષ્યાંક સામે ભારતે 12 ઓવરમાં જ ત્રણ વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી.

મોહમ્મદ સિરાજ અને જસપ્રિત બુમરાહએ આપ્યું મહત્વનું યોગદાન

દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચમાં પહેલી ઈનિંગમાં મોહમ્મદ સિરાજે 6 વિકેટ તેમજ જસપ્રિત બુમરાહએ બીજી ઈનિંગમાં 6 વિકેટ લીધી હતી.

ટેસ્ટ સિરીઝ 1-1થી બરાબર

દક્ષિણ આફ્રિકા પહેલી ઈનિંગમાં 55 રન તેમજ બીજી ઈનિંગમાં 175 રન જેમાં ભારતને 79 રનના લક્ષ્યાંક સામે ભારતે 12 ઓવરમાં જ ત્રણ વિકેટ ગુમાવીને આ સિરીઝ 1-1થી બરાબર કરી હતી.

દક્ષિણ આફ્રિકા તરફથી બીજી ઈનિંગમાં એડમ માર્કરામની સદી ફટકારી હતી

મોટા રેકોર્ડ નોધાયા

બોલની દ્રષ્ટિએ સમાપ્ત થનારી સૌથી ઝડપી ટેસ્ટ

642 બોલ – દક્ષિણ આફ્રિકા VS ભારત, કેપ ટાઉન, 2024 (આજની મેચ)
656 બોલ – ઓસ્ટ્રેલિયા VS દક્ષિણ આફ્રિકા, મેલબોર્ન, 1932
672 બોલ – વેસ્ટ ઈન્ડિઝ VS ઈંગ્લેન્ડ, બ્રિજટાઉન, 1935
788 બોલ – ઈંગ્લેન્ડ VS ઓસ્ટ્રેલિયા, માન્ચેસ્ટર, 1888
792 બોલ – ઈંગ્લેન્ડ VS ઓસ્ટ્રેલિયા, લોર્ડ્સ, 1888.

ભારતે દક્ષિણ આફ્રિકામાં ભારતની પાંચમી ટેસ્ટ જીત, કેપટાઉનમાં પ્રથમ

123 રન કરીને – જોહાનિસબર્ગ, 2006
87 રનથી – ડરબન, 2010
63 રનથી – જોહાનિસબર્ગ, 2018
113 રનથી – સેન્ચુરિયન, 2021
7 વિકેટે – કેપ ટાઉન, 2024 (આજની મેચ).

આ પણ વાંચો : દીપા કર્માકરે આર્ટિસ્ટિક જિમ્નેસ્ટિક્સ સિનિયર નેશનલ ચૅમ્પિયનશિપમાં ટોચનું સ્થાન મેળવ્યું

Back to top button