સ્પોર્ટ્સ

IND vs SA: બીજી T20મેચમાં આ હશે 11 સંભવીત ખેલાડી

IND vs SA: ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20 મેચમાં 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. કેપ્ટન રિષભ પંત બીજી T20 મેચ જીતવા માટે ટીમ ઈન્ડિયા ત્રણ મોટા ફેરફાર કરી શકે છે. આ ખેલાડીઓએ પ્રથમ મેચમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું. આવી સ્થિતિમાં આ ખેલાડીઓ બીજી T20 મેચની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થઈ શકે છે.

આ ઓલરાઉન્ડરને સ્થાન મળશે
દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20 મેચમાં અક્ષર પટેલે ખૂબ જ ખરાબ બોલિંગ કરી હતી. તેમણે ચાર ઓવરમાં 40 રન આપ્યા અને માત્ર 1 વિકેટ લઈ શક્યો. આફ્રિકાના બેટ્સમેનોએ તેની સામે ખુબ રન બનાવ્યા. તેથી તેના સ્થાને વેંકટેશ અય્યરને સામેલ કરી શકાય છે.

ફાઈલ ફોટો

મેજિક સ્પિનરને તક મળશે
યુઝવેન્દ્ર ચહલ IPL 2022માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તેમણે 27 વિકેટ પોતાના નામે કરી, પરંતુ તે IPLના કરિશ્માનું પુનરાવર્તન કરી શક્યો નહીં. સાઉથ આફ્રિકા સામે તેણે બે ઓવરમાં 26 રન આપ્યા અને એક પણ વિકેટ લઈ શક્યો નહીં. તેથી તેમને બીજી ટી20 મેચમાંથી ટીમ ઈન્ડિયાને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી શકાય છે. તેમના સ્થાને રવિ બિશ્નોઈને તક મળી શકે છે.

આ ખેલાડી ડેબ્યૂ કરી શકે છે
IPL2022માં ઉમરાન મલિકે પોતાની રમતથી બધાનું દિલ જીતી લીધું છે. તેણે IPL2022ની 14 મેચમાં 22 વિકેટ લીધી હતી. તે સનરાઇઝર્સ હૈદરાબાદના બોલિંગ આક્રમણમાં મહત્વનો બોલર બની ગયો છે. સાથે જ કોચ રાહુલ દ્રવિડે પણ તેની પ્રશંસા કરી છે. તેથી તેમને બીજી ટી20 મેચમાં અવેશ ખાનની જગ્યાએ તક મળી શકે છે.

Back to top button