IND vs PAK T20 વર્લ્ડ કપ: જાણો નાસાઉ સ્ટેડિયમનો પિચ રિપોર્ટ અને ન્યૂયોર્કના હવામાન વિશે
- ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચના ટોસમાં વિલંબ થવાની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે
ન્યુયોર્ક, 9 જૂન: ન્યુયોર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આજે T20 વર્લ્ડ કપની 19મી મેચ સૌથી મોટી રાઈવલરી એવી ભારત અને પાકિસ્તાન વચ્ચે રમવાની છે. ભારત આ ક્ષણે શાનદાર ફોર્મમાં છે, તેણે T20 વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત આયર્લેન્ડ સામે જીત સાથે કરી છે. જ્યારે બીજી તરફ પાકિસ્તાનને અમેરિકાના હાથે શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. આ મહત્ત્વપૂર્ણ સમયે સૌની નજર ન્યુયોર્કના હવામાન અને નાસાઉ સ્ટેડિયમ પર રહેલી છે. જેના પરથી મેચનું ભાવિ નક્કી થશે.
It’s Match-Day! 👏 👏
Excitement Levels 🆙#TeamIndia is 𝗥𝗘𝗔𝗗𝗬!👍 👍
Drop a message in the comments below 🔽 to send your best wishes to the Indian team.#T20WorldCup | #INDvPAK pic.twitter.com/hJI5Msbfd8
— BCCI (@BCCI) June 9, 2024
પાકિસ્તાનની સરખામણીમાં અમેરિકન ટીમ ICC રેન્કિંગમાં ઘણી નીચે છે. ભારત અને પાકિસ્તાનની ટીમો 2012-13ની સીઝનથી એશિયા કપ અને ICC વર્લ્ડ કપ જેવી બહુરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં એકબીજાનો સામનો કરી રહી છે. તે સીઝન પછી ભારત અને પાકિસ્તાનની ટીમોએ કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમી નથી. બંને ટીમો વચ્ચે છેલ્લી મેચ ઓક્ટોબર 2022માં મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી.
ભારત VS પાકિસ્તાન વચ્ચે હેડ-2-હેડ T20 મેચ
ભારત અને પાકિસ્તાનની ટીમો T20 ફોર્મેટમાં 12 વખત સામસામે આવી ચુકી છે. જેમાં ભારતીય ટીમે 8 મેચ જીતી છે, જ્યારે પાકિસ્તાન માત્ર ત્રણ વખત જીતનો સ્વાદ ચાખવામાં સફળ રહી છે. એક મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. મહત્ત્વપૂર્ણ વાત એ છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં T20 વર્લ્ડ કપમાં 12માંથી 7 મેચ રમાઈ હતી. દક્ષિણ આફ્રિકામાં 2007ના T20 વર્લ્ડ કપમાં બંને હરીફોની પ્રથમ મુલાકાત ટાઈમાં સમાપ્ત થઈ અને ભારત બોલ આઉટમાં જીત્યું. ભારતે અન્ય 6 મેચોમાંથી 5 મેચમાં સંપૂર્ણ જીત મેળવી છે.
T20 વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાન ક્રિકેટ ટીમની એકમાત્ર જીત દુબઈમાં રમાયેલી 2021ની આવૃત્તિમાં થઈ હતી. ભારત અને પાકિસ્તાન બંને છેલ્લી વખત ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ 2022માં સામસામે આવ્યા હતા. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી મેચમાં ભારતનો વિજય થયો હતો.
નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની પિચનો રિપોર્ટ
આ હાઈ-પ્રોફાઈલ મેચ પહેલા, નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની 22 યાર્ડની પીચ ચર્ચાનો વિષય બની છે. નાસાઉ સ્ટેડિયમની પિચ પહેલેથી જ ઘણી ટીકાઓ હેઠળ આવી ચુકી છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ પણ તેને સત્તાવાર રીતે સ્વીકારી લીધું છે.
બાઉન્સ ખૂબ જ અસંગત છે અને કેટલીકવાર અસુરક્ષિત પણ લાગે છે. બેટ્સમેનોને બોલને ટાઈમિંગ કરવામાં મુશ્કેલી પડી છે, અગાઉની મેચોમાં પિચ પર બેટિંગ કરવી મુશ્કેલ બની હતી. ફાસ્ટ બોલરો અને સ્પિનરો બંનેએ અહીં સારું પ્રદર્શન કર્યું છે, જેના કારણે બેટ્સમેનોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
નાસાઉ સ્ટેડિયમમાં અત્યાર સુધી રમાયેલી ત્રણ મેચોની 6 ઇનિંગ્સમાં ટીમો માત્ર બે વખત 100 રનનો આંકડો પાર કરી શકી છે. એપ્રિલમાં એડિલેડ ઓવલના ગ્રાઉન્ડસમેન ડેમિયન હોફની દેખરેખ હેઠળ, આયોજન સ્થળ પર ચાર ડ્રોપ-ઇન પિચો હજુ સુધી યોગ્ય રીતે કઠણ થઈ શકી નથી.
ન્યુયોર્કના હવામાન શું આગાહી છે?
Weather.comના હવામાન અહેવાલ અનુસાર, આજે રવિવારે ન્યુયોર્ક શહેરમાં તાપમાન દિવસ દરમિયાન 26 ડિગ્રી સેલ્સિયસ અને રાત્રે 18 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. જેમાં સવારે વરસાદની સંભાવના છે. આ કારણે ટોસમાં થોડો વિલંબ થઈ શકે છે.
આ પણ જુઓ: ક્રિકેટ અને રાજકારણ બંનેના ચાહકોમાં અસમંજસ: સાંજે ભારત-પાક. મેચ જોવી કે મોદીની શપથવિધિ?