ટ્રેન્ડિંગસ્પોર્ટસ

IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન સ્ટેડિયમમાં વાગ્યું ‘રામ સિયા રામ’

Text To Speech

એશિયા કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે શ્રીલંકાના પલ્લેકેલે સ્ટેડિયમમાં મેચ રમાઈ. આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાની ટીમના ફાસ્ટ બોલરોએ શાનદાર પ્રદર્શન કરીને ભારતીય ટીમની ઇનિંગ્સને 48.5 ઓવરમાં 266 રનમાં સમેટી દીધી હતી. ભારતીય ઇનિંગ્સ દરમિયાન સ્ટેડિયમમાં એક દ્રશ્ય જોવા મળ્યું હતું જે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થયું હતું.

ભારતીય ટીમે 66ના સ્કોર પર 4 વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે ઈશાન કિશન અને હાર્દિક પંડ્યાએ મહત્વની ભાગીદારી કરીને દાવને સંભાળ્યો હતો. આ દરમિયાન જ્યારે બંને ખેલાડીઓ બાઉન્ડ્રી ફટકારી રહ્યા હતા ત્યારે સ્ટેડિયમમાં આદિપુરુષ ફિલ્મનું ગીત રામ સિયા રામ સંભળાતું હતું. હવે આનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ઈશાન અને હાર્દિકની ભાગીદારીએ ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું

જો આ મેચમાં ભારતીય ટીમની ઇનિંગ્સની વાત કરીએ તો હાર્દિક પંડ્યા અને ઇશાન કિશન વચ્ચે પાંચમી વિકેટ માટે 138 રનની ભાગીદારીએ ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડવાનું કામ કર્યું હતું. એક સમયે ભારતીય ટીમે તેના ટોપ ઓર્ડરના પ્રથમ 4 બેટ્સમેન 66ના સ્કોર પર ગુમાવ્યા હતા.

ઇશાન કિશને આ મેચમાં 81 બોલનો સામનો કરીને 82 રનની ઇનિંગ રમી હતી. જ્યારે હાર્દિક પંડ્યાએ 90 બોલમાં 87 રન બનાવ્યા હતા. પાકિસ્તાન માટે તમામ 10 વિકેટ ઝડપી બોલરોના ફાળે ગઈ હતી. જેમાં શાહીન આફ્રિદીએ 4 જ્યારે હારીસ રઉફ અને નસીમ શાહે 3-3 વિકેટ ઝડપી હતી.

Back to top button