જેવું મેનેજમેન્ટ એવા ખેલાડી, શું કરવું છે એની કંઈ ખબર જ નથી: હાર બાદ શોએબ અખ્તરે પાકિસ્તાન ટીમનો ઉધડો લીધો


દુબઈ 24 ફેબ્રુઆરી 2025: ટીમ ઈંડિયાએ પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ખરાબ રીતે હરાવ્યા છે. પાકિસ્તાનને ભારતે દુબઈમાં 6 વિકેટે હરાવી દીધું છે. આ જીત પર હિન્દુસ્તાનમાં જશ્નનો માહોલ છે, જ્યારે આખા પાકિસ્તાનમાં નિરાશા છવાયેલી છે. પણ પાકિસ્તાનના પૂર્વ ખેલાડી શોએબ અખ્તરે પ્રતિક્રિયા આપી છે. પાકિસ્તાન ટીમની હાર બાદ શોએબ અખ્તરે કહ્યું કે, હું જરાં પણ નિરાશ નથી થયો.
શોએબ અખ્તરે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરતા કહ્યું કે, તમે કહી રહ્યો હશો કે હું નિરાશ છું પણ હું બિલ્કુલ નિરાશ નથી થયો. તેનું કારણ છે કે મને ખબર હતી કે આગળ શું થવાનું છે. તેમણે આગળ પાકિસ્તાનની ટીમ મેનેજમેન્ટ પર સવાલો ઉઠાવતા કહ્યું કે, જેવું મેનેજમેન્ટ એવા ખેલાડી પણ છે. ન ખેલાડીઓને ખબર છે, ન મેનેજમેન્ટને. તેમને સ્કીલ સેટની જાણકારી જ નથી, રોહિત શર્મા અને વિરાટ કોહલીની માફક. બસ રમવા નીકળી પડ્યા. શું કરવું છે, તેની કોઈને ખબર નથી.
View this post on Instagram
સચિન તેંદુલકરે કહ્યું- પરફેક્ટ એંડિંગ
ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંદુલકરે ટીમ ઈંડિયાની જીત પર ખુશી વ્યક્ત કરી. તેમણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યુ કે, સૌથી પ્રતીક્ષિત મેચની પરફેક્ટ એંડીંગ, એક રિયલ નોકઆઉટ. આગળ તેમણે વિરાટ કોહલી, શુભમન ગિલ અને શ્રેયસ અય્યરની બેટીંગ પણ વખાણ કર્યા. જ્યારે કુલદીપ યાદવ અને હાર્દિક પંડ્યાને તેમની બોલીંગ માટે વખાણ કર્યા.
આ પણ વાંચો: પાકિસ્તાન માટે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ગેમ ઓવર? રિઝવાને કહ્યું- એક કપ્તાન તરીકે મને આ ગમતું નથી