પાકિસ્તાન માટે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ગેમ ઓવર? રિઝવાને કહ્યું- એક કપ્તાન તરીકે મને આ ગમતું નથી

ind vs pak match: ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીના રોજ દુબઈના ઈન્ટરનેસનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની હાઈ વોલ્ટેજ મેચ રમાઈ ગઈ. આ મેચમાં ભારતીય ટીમનો દબદબો જોવા મળ્યો હતો. જેમાં પહેલા બોલર્સે પાકિસ્તાની ટીમને 49.4 ઓવર્સમાં 241 રન પર ઓલઆઉટ કરી દીધી, ત્યાર હાદ ટાર્ગેટ ચેઝ કરતા 42.3 ઓવરમાં ટીમ ઈંડિયાએ આ ટાર્ગેટ ચેઝ કરી લીધો. ટીમ ઈંડિયા તરફ વિરાટથી કોહલીએ મેચ વિનિંગ સદી ફટકારી હતી.
તો વળી પાકિસ્તાન ટીમ જે આ ટૂર્નામેન્ટની મેજબાની પણ કરી રહી છે, તેઓ સતત 2 વાર બાદ હવે સેમીફાઈનલમાં પહોંચવાની આશા લગભગ ખતમ થઈ ગઈ છે. ભારત વિરુદ્ધ હાર બાદ પાકિસ્તાની ટીમના કપ્તાન મોહમ્મદ રિઝવાને આ વાતનો પોતાના નિવેદનમાં સ્વીકાર કરી લીધો છે કે તેમની ટીમ માટે આ ટૂર્નામેન્ટ અહીં જ ખતમ થઈ ગઈ.
એક કેપ્ટન તરીકે, મને આ ગમતું નથી
પાકિસ્તાન ટીમના કેપ્ટન મોહમ્મદ રિઝવાને ભારત સામેની હાર બાદ કહ્યું કે એ વાત બિલકુલ સાચી છે કે આ ટુર્નામેન્ટ અમારા માટે અહીં જ સમાપ્ત થઈ ગઈ છે. બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ અને પછી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચમાં શું થાય છે તે આપણે જોઈશું પરંતુ આ ઘણો લાંબો સમય છે જેમાં આપણે અન્ય ટીમો પર આધાર રાખવો પડશે. એક કેપ્ટન તરીકે, મને એ બિલકુલ ગમતું નથી કે આપણે બીજી ટીમોના પ્રદર્શન પર આધાર રાખવો પડે. જો તમે સારા છો તો તમારે જાતે જીતવું જોઈએ પરંતુ અન્ય મેચોના પરિણામો પર આધાર રાખવો યોગ્ય નથી. ભારત અને ન્યુઝીલેન્ડ સામે અમારો પરાજય થયો, જેમાં અમે બિલકુલ સારું રમ્યા ન હતા.
આપણે ભૂતકાળની ભૂલોનું સતત પુનરાવર્તન કરીએ છીએ
રિઝવાને પોતાના નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે અમે મેચના એક દિવસ પહેલા ટીમ મીટિંગમાં આ પિચ વિશે વાત કરી હતી કે અહીં 280 રનનો સ્કોર ખૂબ સારો રહેશે અને તેથી જ અમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ અમે તેનો બિલકુલ ફાયદો ઉઠાવી શક્યા નહીં. જ્યારે હું અને સઉદ બેટિંગ કરી રહ્યા હતા ત્યારે તેમના બોલરોએ વચ્ચેની ઓવરોમાં ખૂબ સારી બોલિંગ કરી. અમારી શોટ પસંદગી પણ નબળી હતી કારણ કે અમે નિયમિત અંતરાલે વિકેટ ગુમાવતા રહ્યા. અબરાર અમને વિકેટ અપાવી પણ તે પહેલાં કોહલી અને ગિલ અમને મેચથી ખૂબ દૂર લઈ ગયા હતા. આપણે આપણી ફિલ્ડિંગ સુધારવાની જરૂર છે. આ મેચમાં પણ અમે ઘણી ભૂલો કરી, જે અમે પહેલા પણ વારંવાર કરી છે.
ગ્રુપ બીમાં દક્ષિણ આફ્રિકા નંબર વન અને ઓસ્ટ્રેલિયા બીજા નંબર પર છે.
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં રમી રહેલી આઠ ટીમોને ચાર-ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે. બંને ગ્રુપમાંથી ટોચની બે ટીમો સેમિફાઇનલમાં પહોંચશે. જો આપણે ગ્રુપ B ની વાત કરીએ, તો દક્ષિણ આફ્રિકાની ટીમે એક મેચ રમી છે અને તેમાં જીત મેળવી છે અને બે પોઈન્ટ મેળવ્યા છે. ઓસ્ટ્રેલિયન ટીમે પણ એક મેચ રમીને અને જીતીને બે પોઈન્ટ મેળવ્યા છે. સારા નેટ રન રેટના આધારે, દક્ષિણ આફ્રિકાની ટીમ નંબર વન પર છે અને ઓસ્ટ્રેલિયાની ટીમ બીજા નંબર પર છે. ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન હજુ પણ પોતાની પહેલી જીતની શોધમાં છે.