T-20 વર્લ્ડ કપટોપ ન્યૂઝસ્પોર્ટસ

IND vs PAK : ભારતની પાકિસ્તાન સામે ધારદાર જીત, દિવાળીની દેશને ભેટ

Text To Speech

આજે ક્રિકેટ જગતનાં કટ્ટર હરીફો ભારત અને પાકિસ્તાન એકબીજા સામે મેલબોર્નમાં ટકરાયા હતાં. જેમાં ભારતે દર વખતની જેમ પાકિસ્તાનને પછાડ્યું હતું. ભારત પાકિસ્તાનની આ મેચ પણ દરેક મેચની જેમ રોમાંચિક રહી હતી. પાકિસ્તાનનાં હાથમાં આવેલી મેચ ભારતે છીની લીધી હતી. છેલ્લાં બોલ સુધી ચાલેલી મેચમાં ઘણાં ઊતાર-ચઢાવ આવ્યાં હતા. ભારતે પાકિસ્તાન સામે 4 વિકેટથી જીત હાંસિલ કરી દીધી છે.19મી ઓવરના અંતિમ બે બોલ પર વિરાટ કોહલીએ બે સિક્સ ફટકારી હતી. ભારતને અંતિમ ઓવરમાં 16 રનની જરૂર હતી, જેમાં એક નો બોલ પડ્યો હતો, જે મેચનો ટર્નિંગ પોઈન્ટ બન્યો હતો. છેલ્લાં બોલ પર મેચ પહોંચતા અશ્વિનએ અંતિમ બોલ પર મેચ જીતાડી દીધી હતી.

વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા વચ્ચે  113 રનની મહત્વની ભાગીદારી

લક્ષનો પીછો કરતાં  ભારતની શરૂઆત ધીમી રહી હતી, પરંતુ વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા વચ્ચે 113 રનની મહત્વની ભાગીદારીથી આ મેચ ભારતનાં ખાતે ગઈ હતી. જેમાં વિરાટે 53 બોલમાં અણનમ 82 રન અને હાર્દિકે 37 બોલમાં 40 રન બનાવ્યાં હતાં.  પાકિસ્તાન સામેની મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટનાં નુકસાને 159 રન બનાવ્યાં હતાં. જેનાં જવાબમાં ભારતે 20 ઓવરમાં 6 વિકેટનાં નુકસાને આ લક્ષ હાંસિલ કરી લીધો હતો.

“વિરાટ” રહ્યો મેચનો કીંગ 

આ મેચમાં વિરાટે ફરી તેનો કિંગ અવતાર બતાડ્યો હતો. એક સમયે હારેલી મેચને વિરાટે પોતાની ધમાકેદાર બેટિંગથી ભારતને મેચ જીતાડી હતી. વિરાટે આ મેચમાં 4 સિક્સર અને 6 ફોરથી 53 બોલમાં અણનમ 82 રન બનાવ્યાં હતાં. આ દરમ્યાન વિરાટની સ્ટ્રાઈક રેટ 154.72 જેટલી રહી હતી. વિરાટની ધમાકેદાર બેટિંગને લીધે તે પ્લેયર ઓફ ધ મેચ રહ્યો છે.

ભારતની ધીમી શરૂઆત  

7 મી ઓવરમાં અક્ષર પટેલ પાકિસ્તાનાં કેપ્ટન બાબરનાં હાથે રન આઉટ થઈ ગયો હતો. ભારતનાં બંને ઓપનર આ વખતે પણ  નિષ્ફળ રહ્યાં હતાં. રોહિત શર્મા અને કે એલ રાહુલ બંને  4-4 રન બનાવી આઉટ થઈ ગયાં હતાં. આ ઉપરાંત સૂર્યકુમાર યાદવ પણ માત્ર 15 રન બનાવી આઉટ થઈ ગયો  હતો. રોહિતની વિકેટ હરિસ રાઉફે જ્યારે રાહુલની વિકેટ નશીમ શાહે લીધી હતી.

Live Update : 

IND  160/6 (20)  

PAK 159/8 (20)  

કેવી રહી ભારતની બોલિંગ ? 

ભારતની ધમાકેદાર શરૂઆત થઈ હતી ,જ્યાં ભારતીય બોલરોએ આક્રમક રૂપ અપનાવ્યો હતો.

અર્શદીપ સિંહે કુુલ 3 વિકેટ લીધી હતી. અર્શદીપે પાકિસ્તાનના કેપ્ટન બાબર, રિઝવાન અને  અસિફ અલીની વિકેટ લીધી હતી.

હાર્દિક પંડ્યાએ પણ  શાન મસૂદ, હૈદર અલી અને મોહમ્મદ નવાઝની મહત્વની વિકેટ લીધી હતી.

આ સિવાય ઈફ્તિખાર અહેમદ કે જે ભારત માચે ખતરનાક સાબિત થઈ શકે એમ હતો તેને મોહમ્મદ શમીએ LBW આઉટ કર્યો હતો.

ઉપરાંત ભુવનેશ્વરે પણ શાહીન આફ્રિદીનાં રૂપમાં એક વિકેટ ઝડપી હતી.

પાકિસ્તાન તરફથી સૌથી વધુ રન ઈફ્તિખાર અહેમદ અને શાન મસૂદે બનાવ્યાં હતા. ઈફ્તિખાર અહેમદે 51 રન અને શાન મસૂદે અણનમ 52 રન બનાવ્યાં હતા.

આજે રજાનો દિવસ છે, તેથી આ મેચને લઈને બંને દેશોના ચાહકોમાં ભારે ઉત્સાહ છે. ગયા વર્ષે પાકિસ્તાનના હાથે દસ વિકેટે મળેલી હારના ઘા લાખો ભારતીયો હજુ પણ સહન કરી રહ્યા છે.

આજે સવારથી હવામાન અપડેટ અનુસાર મેલબોર્નમાં વાતાવરણ વાદળછાયું હતું, પરંતુ હવે તે વાદળો વિખેરાઈ ગયા હતાં. વરસાદની સંભાવના પણ હવે ઓછી થતાં મેચ સંભવ બની હતી. 

આ પણ વાંચો : ભારત Vs પાકિસ્તાન : ગત વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો ‘પ્લાન X’ રહ્યો હતો સફળ, શું હતો એ પ્લાન ?  

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

ભારત – રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, અશ્વિન, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી.

પાકિસ્તાન – બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન, શાન મસૂદ, હૈદર અલી, ઈફ્તિખાર અહેમદ, મોહમ્મદ નવાઝ, શાદાબ ખાન, નસીમ શાહ, શાહીન આફ્રિદી, હરિસ રાઉફ, અસિફ અલી

Back to top button