ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

IND VS PAK : વિરાટ કોહલીના પ્લેયર ઓફ ધ મેચ સામે ગૌતમ ગંભીરે ઉઠાવ્યો વાંધો

IND VS PAK : એશિયા કપ 2023માં પાકિસ્તાન સામે ભારતને મોટી જીત પ્રાપ્ત થઈ હતી. ભારતે પાકિસ્તાનને 357 રનના ટાર્ગેટ આપ્યો હતો જેમાં પાકિસ્તાનનું ફ્લોપ પ્રદર્શન રહ્યું હતું અને ભારતે તેને 228 રનથી હાર આપી હતી.

વિરાટ કોહલીએ આ મેચમાં પૂરા કર્યા હતા 13 હજાર રન

કોહલીએ વનડેમાં 13 હજાર રન પૂર્ણ કર્યા હતા. આ કોહલીની 47 મી વનડે સદી પણ હતી. કે એલ રાહુલે કમબેક મેચમાં સદી ફટકારી હતી, સાથે જ વનડે માં 2 હજાર રન પણ પૂર્ણ કર્યા હતા.

આ પણ વાંચો : ગૌતમ ગંભીરે મિડલ ફિંગર બતાવવા પર આપી સ્પષ્ટતા, કહ્યું- ભારત વિરુદ્ધ નારા લગાવવામાં આવે તો…

Most runs in ODIs:

18426 – Sachin Tendulkar
14234 – Kumar Sangakkara
13704 – Ricky Ponting
13430 – Sanath Jayasuriya
13024 – Virat Kohli

વિરાટ કોહલી એ સૌથી ઝડપી 13 હજાર રન બનાવ્યા

267 – Virat Kohli
321 – Sachin Tendulkar
341 – Ricky Ponting
363 – Kumar Sangakkara
416 – Sanath Jayasuriya

આ પણ વાંચો : CWC 2023 : વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત,રોહિત શર્મા કેપ્ટન, હાર્દિક પંડ્યા વાઈસ કેપ્ટન

કોહલી બનાવ્યા હતા 94 બોલમાં 122 રન

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 24.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા હતા. આ પછી વરસાદ પડ્યો અને મેચ રમાઈ શકી નહીં. ત્યારે વિરાટ કોહલી 8 રન બનાવીને અણનમ રહ્યા હતા. પછી મેચ એક દિવસ પછી એટલે કે રિઝર્વ ડે (11 સપ્ટેમ્બર) પર યોજાઈ હતી. ભારતીય ટીમે રિઝર્વ ડેમાં એક પણ વિકેટ ગુમાવી ન હતી. વિરાટ કોહલીએ કેએલ રાહુલ સાથે શાનદાર 233 રનની 3 વિકેટ માટે સાજેદારી કરી હતી. આ દરમ્યાન વિરાટ કોહલીએ 94 બોલમાં 122 રન બનાવ્યા હતા આ દરમ્યાન 3 સિકસ અને 9 ચોક્કા ફટકાર્યા હતા.

વિરાટ કોહલી ને આપવામાં આવ્યું પ્લેયર ઓફ ધ મેચ

આ શાનદાર જીત બાદ વિરાટ કોહલીને 94 બોલમાં 122 રનની શાનદાર ઇનિંગ્સથી પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને ગોલ્ડન ટિકિટથી સન્માનિત કરતા BCCI સેક્રેટરી જય શાહ

કુલદીપ યાદવનું શાનદાર પ્રદર્શન

આ મેચ દરમ્યાન કુલદીપ યાદવએ પાકિસ્તાનના 5 ખેલાડીને આઉટ કરીને પાકિસ્તાનની કમર તોડી નાખી હતી. તેને માત્ર 8 ઓવરમાં 25 રન જ આપ્યા હતા.

ગૌતમ ગંભીરએ કહ્યું કે કુલદીપનું પ્રદર્શન પ્રશંસનીય છે

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સ્ટાર ગૌતમ ગંભીરે આ મેચના અંતે જ્યારે ગૌતમ ગંભીરને સ્ટાર સ્પોર્ટ્સ પર મેચના શ્રેષ્ઠ ખેલાડીની પસંદગી કરવા માટે કહેવામાં આવ્યું, ત્યારે તેણે કોહલી,કે એલ રાહુલ ના નામ ના બદલે કુલદીપ યાદવની પ્રશંસા કરી જેણે 5 વિકેટ લીધી હતી. ગૌતમ ગંભીરએ વધું કહ્યું કે “કુલદીપ યાદવથી આગળ જોઈ શકતો નથી,” તેણે કહ્યું. હા, વિરાટ કોહલીએ 100 રન, કેએલ રાહુલે 100 રન, રોહિત શર્માએ 50 રન, શુભમન ગીલે 50 રન બનાવ્યા હતા. પણ આવી વિકેટ પર જ્યાં સ્વિંગ હતું, સીમિંગ હતું, જો કોઈ સાત ઓવરમાં પાંચ વિકેટ લઈ શકે તો તે અદ્ભુત છે. વધુ મહત્ત્વની વાત એ છે કે, મને આશ્ચર્ય થયું કે પરંપરાગત રીતે સ્પિન રમતા પાકિસ્તાનના બેટ્સમેનો કુલદીપનો સામનો કરી શક્યા નહીં.’

પાકિસ્તાન 128 રન પર જ ઓલઆઉટ

ભારતે જયારે પહેલી બેટિંગ કરીને પાકિસ્તાનને 357 રનનો ટાર્ગેટ હતો ત્યારે સમગ્ર પાકિસ્તાન ટીમ 32 ઓવરમાં 8 વિકેટે 128 રન જ બનાવી શકી હતી.

પાકિસ્તાનના બે ખેલાડીઓ ઇજાગ્રસ્ત થતા રમવા ન ઉતર્યા

ટીમના બે ખેલાડીઓ હારીસ રઉફ અને નસીમ શાહ ઈજાના કારણે બેટિંગ કરવા માટે બહાર આવ્યા ન હતા.

આ પણ વાંચો : Asia Cup 2023 : કોહલી – રાહુલ બાદ કુલદીપે 5 વિકેટ ઝડપી કહેર મચાવ્યો, પાકિસ્તાનને 228 રનથી જોરદાર હાર આપી

Back to top button