IND vs NZ ટેસ્ટ : બેંગલુરુમાં ભારતે ટોસ જીત્યો, પહેલાં બેટિંગ કરશે
બેંગલુરુ, 17 ઓક્ટોબર : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચના પહેલા દિવસે એટલે કે બુધવાર 16 ઓક્ટોબરે વરસાદના કારણે ટોસ યોજાયો ન હતો. આવી સ્થિતિમાં બીજા દિવસે ટોસ થયો હતો. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
આ ટેસ્ટમાં ભારતીય ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. શુભમન ગિલની જગ્યાએ સરફરાઝ ખાન અને આકાશ દીપની જગ્યાએ કુલદીપ યાદવને તક આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, બુધવારે સવારે બેંગલુરુમાં વરસાદે મેચમાં વિક્ષેપ પાડ્યો હતો અને પછી દિવસભર વરસાદ ચાલુ રહ્યો હતો, જેના કારણે એવું લાગતું નહોતું કે મેચ શરૂ થઈ શકશે. ગુરુવાર 17 ઓક્ટોબરે સવારે લગભગ 7 વાગ્યે હવામાન સ્વચ્છ હતું અને ગ્રાઉન્ડ સ્ટાફે સવારે 8 વાગ્યા સુધીમાં મેદાનને રમવા યોગ્ય બનાવી દીધું હતું. જો કે આજે પણ વરસાદની સંભાવના છે.
સુધારેલ સત્રનો સમય, DAY 2
- સવારનું સત્ર: સવારે 9:15 થી 11:30 સુધી
- બપોરનું સત્ર: 12:10 pm – 2:25 pm
- સાંજનું સત્ર: બપોરે 2:45 થી 4:45 વાગ્યા સુધી
બેંગલુરુ ટેસ્ટ માટે ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, રિષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ
ભારત સામેની ટેસ્ટ શ્રેણી માટે ન્યુઝીલેન્ડની ટીમઃ ટોમ લાથમ (કેપ્ટન), ટોમ બ્લંડેલ (વિકેટ-કીપર), માઈકલ બ્રેસવેલ (માત્ર પ્રથમ ટેસ્ટ), માર્ક ચેપમેન, ડેવોન કોનવે, મેટ હેનરી, ડેરીલ મિશેલ, વિલ ઓ’રર્કે, ઈજાજ પટેલ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, મિશેલ સેન્ટનર, ઈશ સોઢી (માત્ર બીજી અને ત્રીજી ટેસ્ટ), ટિમ સાઉથી, કેન વિલિયમસન, વિલ યંગ, જેકબ ડફી.
ભારતનો ન્યુઝીલેન્ડ પ્રવાસ
- 16 ઓક્ટોબર: પ્રથમ ટેસ્ટ, બેંગલુરુ
- 24 ઓક્ટોબર: બીજી ટેસ્ટ, પુણે
- 1 નવેમ્બર: ત્રીજી ટેસ્ટ, મુંબઈ
આ પણ વાંચો :- ગુજરાત: બનાસકાંઠાના વાવની પેટા ચૂંટણીમાં જામશે ત્રિપાંખિયો જંગ