ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝની બીજી મેચ આજે માઉન્ટ મૌંગાનુઈ ખાતે રમાઈ રહી છે. જેમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 191 રન ફટકાર્યા હતા. જેમાં સૌથી વધુ સૂર્યકુમાર યાદવે 51 બોલમાં 7 છગ્ગા અને 11 ચોગ્ગા સાથે 111 રન ફટકારી નોટ આઉટ રહ્યો હતો. બીજી તરફ ન્યુઝીલેન્ડ તરફથી ટિમ સાઉદીએ છેલ્લી ઓવરમાં હેટ્રીક સાથે ચાર ઓવરમાં 34 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી.
પહેલો મેચ વરસાદના કારણે થયો હતો રદ્દ
ઉલ્લેખનીય છે કે, શ્રેણીની પ્રથમ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. તે મેચમાં ટોસ પણ થઈ શક્યો નહોતો. આવી સ્થિતિમાં, બંને ટીમો આ મેચ જીતીને શ્રેણીમાં અજેય સરસાઈ મેળવવા ઈચ્છે છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.