ટ્રેન્ડિંગસ્પોર્ટસ

IND vs NZ T20 સીરીઝ : અંતિમ અને નિર્ણાયક મેચ : ન્યુઝીલેન્ડે ટોસ જીતી બેટિંગનો કર્યો નિર્ણય

Text To Speech

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 સીરીઝની ત્રીજી મેચ અને છેલ્લી મેચ આજે નેપિયર ખાતે રમાઈ રહી છે જેમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટિમ સાઉથીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ શ્રેણીની નિર્ણાયક મેચ પહેલા ન્યુઝીલેન્ડને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના કેપ્ટન કેન વિલિયમસનને મેડિકલ સમસ્યાને કારણે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. જેથી ટીમ સાઉથી ટીમનું નેતૃત્વ કરશે.

આ પણ વાંચો : ICCનો મોટો નિર્ણય, T20 વર્લ્ડ કપનું ફોર્મેટ બદલ્યું, હવે આટલી ટીમો થશે સામેલ

 3 મેચોની T20 સીરીઝમાં ટીમ ઈન્ડિયાએ 1-0ની લીડ મેળવી લીધી છે. આવી સ્થિતિમાં આ મેચ નિર્ણાયક રહેશે. ભારતીય ટીમે બીજી મેચમાં ન્યુઝીલેન્ડ સામે મોટા માર્જીનથી જીત મેળવી છે. પ્રથમ મેચ વરસાદને કારણે રદ થઈ હતી.

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

ભારત: ઈશાન કિશન, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, દીપક હુડા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ અને યુઝવેન્દ્ર ચહલ.

ન્યુઝીલેન્ડ: ફિન એલન, ડેવોન કોનવે (વિકેટકીપર), માર્ક ચેપમેન, ગ્લેન ફિલિપ્સ, ડેરીલ મિશેલ, જેમ્સ નીશમ, મિશેલ સેન્ટનર, ટિમ સાઉથી (કેપ્ટન), ઈશ સોઢી, એડમ મિલ્ને, લોકી ફર્ગ્યુસન.

ત્રીજી મેચમાં પણ વરસાદનું વિધ્ન  

શ્રેણીની પ્રથમ મેચ વરસાદને કારણે રદ થઈ હતી, જ્યારે બીજી મેચ પણ વરસાદને લીધે મોડી શરુ થઈ હતી અને આજે ત્રીજી મેચ નેપિયરના મેક્લીન પાર્કમાં રમાવાની છે. જ્યાં હાલમાં વાદળછાયું વાતાવરણ છે. આ મેચનો ટોસ પણ વરસાદને કારણે લેટ ઊછળ્યો છે. જેથી આ મેચમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ વર્તાય રહી છે. જો આ મેચ વરસાદને કારણે આગળ નહિં વધે તો 1-0ની લીડ સાથે ભારત આ શ્રેણી જીતી જશે.

Back to top button