ટોપ ન્યૂઝસ્પોર્ટસ

IND vs NZ T20 : પ્રથમ મેચમાં ભારતનો 21 રને પરાજય, કીવીઝના બોલિંગ આક્રમણ સામે ખેલાડીઓ ઘૂંટણીયે પડ્યા

Text To Speech

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે રાંચી ખાતે પ્રથમ T20 મેચ રમાયો હતો. જેમાં ભારતનો 21 રને પરાજય થયો છે. ન્યુઝીલેન્ડના બોલિંગ આક્રમણ સામે ભારતીય ખેલાડીઓ ઘૂંટણીયે પડી ગયા હતા. ન્યુઝીલેન્ડના 20 ઓવરમાં 6 વિકેટે 176 રનના જવાબમાં ભારતીય ટીમે 20 ઓવરમાં 9 વિકેટે 155 રન બનાવતા ટીમ ઈન્ડિયાની 21 રને હાર થઈ હતી. આ સાથે જ ન્યુઝીલેન્ડની ટીમે 3 T20 સિરિઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ભારત તરફથી સૌથી વધુ રન વોશિંગ્ટન સુંદરે 28 બોલમાં 3 સિક્સ અને 5 ફોર સાથે 50 રન બનાવ્યા હતા. તો સૂર્યકુમાર યાદવે 34 બોલમાં 2 સિક્સ અને 6 ફોર સાથે 47 રન બનાવતા અર્ધસદી ચુક્યો હતો. તો કેપ્ટન હાર્દિક પંડ્યા માત્ર 10 રન બનાવી આઉટ થઈ ગયો હતો.

ભારતે ટોસ જીત્યો, પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો

આજની પ્રથમ T20 મેચમાં કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીત્યો હતો. તેણે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લઈ ન્યુઝીલેન્ડને બેટીંગ માટે આમંત્રણ આપ્યું હતું. ન્યુઝીલેન્ડની ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 176 રન બનાવી ભારતને જીતવા માટે 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ન્યુઝીલેન્ડ તરફથી સૌથી વધુ ડેરીલ મિશેલે વિસ્ફોટક બેટીંગ કરી 30 બોલમાં 5 સિક્સ અને 3 ફોર સાથે 59 રન બનાવ્યા હતા. તો ડેવોન કોનવે સૌથી વધુ 35 બોલમાં 1 સિક્સ અને 7 ફોર ફટકારી 52 રન કર્યા હતા.

ક્યાં બોલરે કેટલી વિકેટ ઝડપી

દરમિયાન ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે 4 ઓવરમાં 14 રન આપી બે વિકેટ, કુલદીપ યાદવે 4 ઓવરમાં 20 રન આપી એક વિકેટ, શિવમ માવીએ બે ઓવરમાં 19 રન આપી એક વિકેટ, જ્યારે સૌથી વધુ ખર્ચાળ સાબિત થયેલા અર્શદીપ સિંહે 4 ઓવરમાં 51 રન આપી એક વિકેટ ઝડપી હતી. જ્યારે કે, ન્યુઝીલેન્ડ તરફથી માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર અને લોકી ફર્ગ્યુસને 2-2 વિકેટ ઝડપી હતી, જ્યારે જેકબ ડફી અને ઇશ સોઢીને 1-1 વિકેટ મળી હતી.

Back to top button