સ્પોર્ટસ

IND vs NZ : રોહિતે 3 વર્ષ પછી સદી ફટકારી, શુભમને ચોથી વન-ડે સદી ફટકારી

Text To Speech

ટીમ ઈન્ડિયા આજે ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી વન-ડે મેચ રમી રહી છે. જેમાં ભારતના ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ન્યુઝીલેન્ડ સામેની સીરીઝની છેલ્લીવન ડેમાં ભારતીય ઓપનર રોહિત શર્મા અને શુભમન ગીલે ઈન્દોરના મેદાન પર રનનો વરસાદ કરી દીધો હતો. ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત શાનદાર રહી છે. રોહિત અને ગિલે પ્રથમ વિકેટ માટે 200 રનની ભાગીદારી નોંધાવી હતી. આ વન ડે માં યુવા ઓપનર શુભમન ગીલે પોતાનું શાનદાર પ્રદર્શન જારી રાખ્યું છે અને તેની વન ડે કારકિર્દીની ચોથી સદી ફટકારી છે.

ભારતના આ ખેલાડીઓ સર્જો રેકોર્ડ

ન્યુઝીલેન્ડ સામેની ટીમ ઈન્ડિયાની વનડે સીરીઝમાં કેપ્ટન રોહિત શર્માએ તેના કરિયરની 30મી સદી ફટકારી હતી. તેઓ 85 બોલમાં 101 રન બનાવ્યા હતા. જ્યારે શુભમન ગિલે પણ ચોથી સદી ફટકારી દીધી હતી. બન્ને ઓપનર્સ વચ્ચે 212 રનની પાર્ટનરશિપ થઈ હતી. જો કે બંને બેટ્સમેન પોતપોતાની સદી પૂરી કર્યા પછી પણ પોતાની ઇનિંગ્સને લાંબો સમય સુધી ચલાવી શક્યા ન હતા. રોહિત શર્મા 101 રન બનાવીને આઉટ થયો હતો જ્યારે શુભમન ગિલ 112 રન બનાવીને આઉટ થયો હતો.

શુભનમ ગીલ-HUMDEKHENGENEWS

શુભમન ગિલે ચોથી સદી ફટકારી

ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી વન ડેમાં શુભમન ગિલે જબરદસ્ત બેટિંગ કરતા પોતાની કારકિર્દીની ચોથી વન ડે સદી ફટકારી દીધી છે.યુવા ઓપનર શુભમન ગિલે આ સિરીઝની બીજી સદી ફટકારી દીધી છે. તેણે પહેલી વન-ડેમાં ડબલ સેન્ચુરી ફટકારી હતી. અને એટલુ જ નહી પરંતુ તેમણે તેને તેના વન ડે કરિયરના આ ચાર શતક છેલ્લી છ મેચોમાં જ બનાવ્યા છે.

રોહિત શર્મા-HUMDEKHENGENEWS

રોહિત શર્માએ 30મી સદી ફટકારી

કેપ્ટન રોહિત શર્માએ આજે વન-ડે કરિયરની 30મી સદી ફટકારી છે. તેઓએ આશરે 3 વર્ષ પછી સદી ફટકારી છે. તેને 85 બોલમાં 101 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો : સુરતમાં દિલ્હી જેવી ઘટના, યુવકને 12 કિલોમીટર સુધી ઢસડ્યો, પોલીસને મળી મોટી સફળતા

Back to top button