ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ મેચની T20 શ્રેણીની બીજી મેચ ભારતે 65 રને જીતી લીધી છે. શ્રેણીની પ્રથમ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. તે મેચમાં ટોસ પણ થઈ શક્યો નહોતો. આવી સ્થિતિમાં આ મેચ જીતીને ભારતે શ્રેણીમાં 1-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને પ્રથમ બેટિંગ કરતા ભારતે સૂર્યકુમારની સદીના કારણે ન્યૂઝીલેન્ડ સામે 192 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. આ સાથે જ ન્યુઝીલેન્ડ માટે ટિમ સાઉથીએ હેટ્રિક લીધી હતી. જવાબમાં કિવી ટીમ 18.5 ઓવરમાં 126 રન જ બનાવી શકી અને 65 રનથી મેચ હારી ગઈ હતી.
ભારત પાસે શ્રેણી જીતવાની અને ન્યુઝીલેન્ડ પાસે આબરૂ બચાવવાની તક
ભારતે સિરીઝની બીજી T20 મેચમાં ન્યૂઝીલેન્ડને 65 રને હરાવ્યું છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. પ્રથમ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી, પરંતુ બીજી મેચ જીતીને ભારતે 1-0ની સરસાઈ મેળવી લીધી હતી. હવે ભારત છેલ્લી મેચ જીતીને શ્રેણી 2-0થી જીતી શકે છે. આ સાથે જ કિવી ટીમ પાસે છેલ્લી મેચ જીતીને શ્રેણી 1-1થી પોતાના નામે કરવાની તક છે.