ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

IND vs NZ: ટીવી અને મોબાઈલ પર કેવી રીતે જોઈ શકશો ભારત-ન્યૂઝીલેન્ડની મેચ, ફ્રીમાં આવી રીતે આનંદ ઉઠાવો

IND vs NZ, ICC Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ગ્રુપ એમાંથી સેમીફાઈનલ માટે બંને ટીમો ફાઈનલ થઈ ગઈ છે. ભારત અને ન્યૂઝીલેન્ડે સૌથી પહેલા ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં જગ્યા બનાવી છે. તો વળી પાકિસ્તાન અને બાંગ્લાદેશની ટીમો આ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. હવે ગ્રુપ એની છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચમાં ભારત અને ન્યૂઝીલેન્ડ આમનો-સામને ટકરાશે. બંને ટીમોની કોશિશ રહેશે કે ગ્રુપમાં ટોપ પર રહીને ફિનિશ કરતા સેમીફાઈનલમાં ઉતરે. આવો જાણીએ ક્યારે અને ક્યાં રમાશે ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડની મેચ.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની 12મી મેચ કયા દિવસે અને કયા સમયે રમાશે?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની 12મી મેચ રવિવાર, 2 માર્ચે બપોરે 2.30 વાગ્યે રમાશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની 12મી મેચ ક્યાં રમાશે?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની 12મી મેચ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, દુબઈ ખાતે રમાશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની 12મી મેચ ટીવી પર ચાહકો ક્યાંથી લાઈવ જોઈ શકશે?

તમે સ્ટાર સ્પોર્ટ્સ HD 1 અને સ્ટાર સ્પોર્ટ્સ HD 2 પર ટીવી પર ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ મેચનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકો છો. આ મેચ ટીવી પર અંગ્રેજી અને હિન્દી બંને ભાષામાં કોમેન્ટ્રી સાથે જોવા મળશે.

ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની 12મી મેચનું લાઈવ સ્ટ્રીમિંગ મોબાઈલ એપ પર ક્યાં જોવું?

ભારત-ન્યુઝીલેન્ડ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જિયો હોટસ્ટાર પર જોવા મળશે. આ કોમેન્ટ્રી OTT પ્લેટફોર્મ પર અંગ્રેજી, હિન્દી, ભોજપુરી, તેલુગુ, તમિલ, બંગાળી, કન્નડ અને હરિયાણવી સહિત અનેક ભાષાઓમાં થશે. જોકે, મેચ જોવા માટે Jio Hotstar યુઝર્સ માટે એક્ટિવ સબ્સ્ક્રિપ્શનની જરૂર પડશે. આમાં JioCinema અથવા Disney+ Hotstar નું હાલનું સબ્સ્ક્રિપ્શન પણ શામેલ છે. વિવિધ ટેલિકોમ કંપનીઓ રિચાર્જ પેક સાથે Jio Hotstar સબ્સ્ક્રિપ્શન મફતમાં આપી રહી છે. જે ચાહકો આ મેચનું લાઈવ કવરેજ તેમના મોબાઈલ ફોન પર જોવા માંગે છે તેઓ આ વિકલ્પ પસંદ કરી શકે છે.

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન આવી હોઈ શકે છે

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (ઉપ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, ઋષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, વરુણ ચક્રવર્તી.

ન્યૂઝીલેન્ડ: મિશેલ સેન્ટનર (કેપ્ટન), વિલ યંગ, ડેવોન કોનવે, કેન વિલિયમસન, ડેરિલ મિશેલ, ટોમ લેથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, નાથન સ્મિથ, મેટ હેનરી, વિલિયમ ઓ’રોર્ક, રચિન રવિન્દ્ર, માર્ક ચેપમેન, કાયલ જેમીસન, જેકબ ડફી.

આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફીના સેમીફાઇનલમાં પહોંચી ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન સાથેની મેચ વરસાદના લીધે રદ્દ

Back to top button