IND vs NZ: ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો કર્યો નિર્ણય


WORLD CUP 2023: વર્લ્ડ કપ 2023 ની 21મી મેચ આજે રવિવારે ધર્મશાલામાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. ત્યારે બંને ટીમો વચ્ચે ટોસ ઉછાળવામાં આવ્યો છે. જેમાં ભારતે ટોસ જીત્યો છે, અને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ન્યૂઝીલેન્ડની ટીમ મેદાનમાં રમવા માટે ઉતરશે.
ભારત અને ન્યૂઝીલેન્ડ મેચના ખેલાડીઓ:
ભારતની પ્લેઇંગ ઇલેવન: રોહિત શર્મા (C), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (W), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ
ભારતીય ટીમમાં પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કર્યા છે. હાર્દિક પંડ્યા ઈજાના કારણે બહાર છે. તેની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું છે. મોહમ્મદ શમીનો પણ પ્લેઈંગ ઈલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. શાર્દુલ ઠાકુરને આરામ આપવામાં આવ્યો છે.
ન્યૂઝીલેન્ડની પ્લેઇંગ ઇલેવન: ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, ટોમ લાથમ (C/W), ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, મિશેલ સેન્ટનર, મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન, ટ્રેન્ટ બોલ્ટ
ભારતે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી ચાર મેચ રમી છે અને આ ચારેય મેચમાં ભારતે શાનદાર જીતો મેળવી છે. ન્યૂઝીલેન્ડે પણ ચારેય મેચ રમી છે અને તમામમાં જીત મેળવી છે. આ સાથે ન્યૂઝીલેન્ડ અત્યારે પોઈન્ટ ટેબલમાં પણ ટોપ પર છે. જ્યારે ભારત બીજા નંબર પર છે. હવે બંને ટીમો એકબીજાને ટક્કર આપવા મેદાનમાં ઉતરશે. ટૂર્નામેન્ટમાં ભારતે અને ન્યૂઝીલેન્ડે અત્યાર સુધી સતત ચાર મેચ જીતી છે. જેથી આજે બન્ને ટીમો વચ્ચે મેચ જામશે.
મેચમાં વરસાદની સંભાવના:
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી મેચ દરમિયાન વરસાદની સંભાવના છે. જો ચાલુ મેચે વરસાદ આવશે તો ઓવરો ઓછી થઈ શકે છે. જો મેચ રદ થશે તો બંને ટીમોને એક-એક પોઈન્ટ મળશે. ધર્મશાલામાં અગાઉની મેચ દરમિયાન વરસાદ પડ્યો હતો. અહીં દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડ વચ્ચે મેચ રમાઈ હતી. તે મેચમાં પણ વરસાદ આવ્યો હોવાથી તેની ઓવર ઘટાડીને 43-43 કરવામાં આવી હતી.
ન્યૂઝીલેન્ડ સામે ભારતે અત્યાર સુધી 116 મેચ રમી:
જો આપણે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધી રમાયેલી ODI મેચો પર નજર કરીએ તો રોહિતની આગેવાની હેઠળની ટીમનો હાથ ઉપર હોય તેવું લાગે છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં 116 મેચ રમાઈ છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ 58 મેચ જીતી છે. જ્યારે ન્યૂઝીલેન્ડે 50 મેચ જીતી છે.
આ પણ વાંચો: ODI ક્રિકેટના ઈતિહાસમાં ઈંગ્લેન્ડની સૌથી મોટી હાર, વર્લ્ડ ચેમ્પિયન દક્ષિણ આફ્રિકા સામે ઝૂક્યું