ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ કપસ્પોર્ટસ

IND vs NZ: ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો કર્યો નિર્ણય

Text To Speech

WORLD CUP 2023: આજે વર્લ્ડ કપ 2023ની સેમી-ફાયનલ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો વચ્ચે ટોસ ઉછાળવામાં આવ્યો છે. જેમાં ભારતે ટોસ જીત્યો છે, અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

સેમી-ફાઈનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડ અગાઉ ત્રણ વખત ટક્કરાઈ ચુકી છે. જેમાં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચ ભારતીય મેદાનમાં જીતી ચુકી છે. વર્લ્ડ કપમાં હોમ ગ્રાઉન્ડ પર ન્યૂઝીલેન્ડ સામે ક્યારેય ભારતીય ટીમે હાર સ્વીકારી જ નથી, આ જોતા આજની મેચ પણ ન્યૂઝીલેન્ડ ટીમને ભારતીય ટીમને આજે હરાવવી કંઈ સરળ નહીં હોય.

ભારત અને ન્યૂઝીલેન્ડ ટીમના ખેલાડીઓ:

ભારતની પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (C), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (W), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ

ન્યૂઝીલેન્ડની પ્લેઈંગ ઈલેવન: ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન (C), ડેરીલ મિશેલ, માર્ક ચેપમેન, ગ્લેન ફિલિપ્સ, ટોમ લાથમ (W), મિશેલ સેન્ટનર, ટિમ સાઉથી, લોકી ફર્ગ્યુસન, ટ્રેન્ટ બોલ્ટ

  • ભારત અને ન્યૂઝીલેન્ડની સેમી-ફાઇનલ મેચ પહેલા પટનામાં ક્રિકેટ પ્રેમીઓએ ભારતીય ક્રિકેટ ટીમની જીત માટે હવન અને આરતી કરી હતી.

 

પિચ રિપોર્ટ:

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સેમી ફાઈનલ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ મેદાનમાં અત્યાર સુધી રમાયેલી 27 ODI મેચોમાંથી પ્રથમ બેટિંગ કરનાર ટીમે 14માં જીત મેળવી છે અને રનનો પીછો કરતી ટીમે 13 મેચ જીતી છે. જ્યારે છેલ્લી 10 મેચોમાં પ્રથમ બેટિંગ કરનાર અને રનનો પીછો કરતી ટીમોએ 5-5 મેચ જીતી છે. આ પીચ પર ફાસ્ટ બોલરને મદદ મળી શકે છે.

આ પણ વાંચો: IND vs NZ: વર્લ્ડ કપમાં ભારત હોમ ગ્રાઉન્ડ પર ન્યૂઝીલેન્ડ સામે ક્યારેય હાર્યું નથી, આજે શું થશે ?

Back to top button