IND vs NZ: ભારતે T20 ઈતિહાસમાં સૌથી મોટી જીત નોંધાવી, શ્રેણીમાં ન્યૂઝીલેન્ડને 2-1થી હરાવ્યું
ભારતે ત્રીજી T20 મેચમાં ન્યૂઝીલેન્ડને 168 રનથી હરાવ્યું છે. આ રીતે ટીમ ઈન્ડિયાએ 3 T20 મેચોની શ્રેણી 2-1થી જીતી લીધી છે. વાસ્તવમાં ન્યૂઝીલેન્ડને જીતવા માટે 235 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ આખી ટીમ માત્ર 66 રનમાં જ સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી કેપ્ટન હાર્દિક પંડ્યાએ સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. જ્યારે અર્શદીપ સિંહ, ઉમરાન મલિક અને શિવમ માવીને 2-2 સફળતા મળી હતી. ટી20 ફોર્મેટમાં ભારતની આ સૌથી મોટી જીત છે.
???????? ???????????????????????????????? ????????????????????????????!#TeamIndia win the third and final T20I by 1️⃣6️⃣8️⃣ runs and clinch the #INDvNZ series 2️⃣-1️⃣ ????
Scorecard – https://t.co/1uCKYafzzD #INDvNZ @mastercardindia pic.twitter.com/QXHSx2J19M
— BCCI (@BCCI) February 1, 2023
ન્યુઝીલેન્ડના બેટ્સમેનોનો ફ્લોપ શો
ન્યૂઝીલેન્ડ તરફથી ડેરી મિશેલે સૌથી વધુ 35 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 1 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. જ્યારે કેપ્ટન મિચેલ સેન્ટનરે 13 રન બનાવ્યા હતા. આ રીતે ન્યૂઝીલેન્ડના માત્ર બે બેટ્સમેન ડબલ ફિગરને પાર કરી શક્યા. જ્યારે કિવી ટીમના 9 બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યા ન હતા. ભારત માટે કેપ્ટન હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 16 રન આપીને 4 ખેલાડીઓને પોતાનો શિકાર બનાવ્યો હતો. જ્યારે અર્શદીપ સિંહે 3 ઓવરમાં 16 રન આપીને 2 વિકેટ લીધી હતી. ઉમરાન મલિકે 2.1 ઓવરમાં 9 રનમાં 2 ખેલાડીઓને આઉટ કર્યા હતા. આ સિવાય શિવમ માવીએ 2 ઓવરમાં 2 બેટ્સમેનોને 12 રન આપીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.
Captain @hardikpandya7 led from the front with a fabulous four-wicket haul and was our Top Performer from the second innings ????????
Take a look at his bowling summary ✅
Scorecard – https://t.co/1uCKYafzzD #INDvNZ @mastercardindia pic.twitter.com/kKdyDdXD2L
— BCCI (@BCCI) February 1, 2023
શુભમન ગિલે સદી ફટકારી
પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 4 વિકેટે 234 રન બનાવ્યા હતા. ભારત તરફથી શુભમન ગિલે 63 બોલમાં અણનમ 126 રન બનાવ્યા હતા. શુભમન ગિલે પોતાની ઇનિંગમાં 12 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય રાહુલ ત્રિપાઠીએ 22 બોલમાં 44 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. જ્યારે કેપ્ટન હાર્દિક પંડ્યાએ 17 બોલમાં 30 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવે 13 બોલમાં 21 રન બનાવ્યા હતા. દીપક હુડ્ડા 2 બોલમાં 2 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. આ પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઈશાન કિશનના વહેલા આઉટ થયા બાદ શુભમન ગિલ અને રાહુલ ત્રિપાઠી વચ્ચે 80 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી. આ રીતે ન્યુઝીલેન્ડને જીતવા માટે 235 રનનો ટાર્ગેટ મળ્યો હતો.
.@ShubmanGill scored a remarkable 126* off just 63 deliveries and bagged the Player of the Match award as #TeamIndia registered a 168-run victory in the #INDvNZ T20I series decider ????????????????
Live – https://t.co/1uCKYafzzD… #INDvNZ @mastercardindia pic.twitter.com/ljZpti5ts8
— BCCI (@BCCI) February 1, 2023