ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ કપસ્પોર્ટસ

IND vs NZ: વર્લ્ડ કપમાં ભારત હોમ ગ્રાઉન્ડ પર ન્યૂઝીલેન્ડ સામે ક્યારેય હાર્યું નથી, આજે શું થશે ?

  • વર્લ્ડ કપ સેમિ-ફાઇનલ: આ ચોથી વર્લ્ડ કપ મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ભારતીય મેદાનમાં રમાશે. આ પહેલા ભારતે ત્રણેય મેચ જીતી હતી.

World Cup 2023: વર્લ્ડ કપ 2023ની સેમિ-ફાઇનલની આજે પહેલી મેચ15મી નવેમ્બરે એટલે કે આજે બપોરે ન્યૂઝીલેન્ડની ટીમ ભારત સામે વાનખેડે સ્ટેડિયમ, મુંબઈમાં ટકરાશે, અગાઉ પણ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચ ભારતીય મેદાનમાં જીતી ચુકી છે. વર્લ્ડ કપમાં હોમ ગ્રાઉન્ડ પર ન્યૂઝીલેન્ડ સામે ક્યારેય હારી જ નથી, આ જોતા આજની મેચ પણ ન્યૂઝીલેન્ડ ટીમને ભારતીય ટીમને આજે હરાવવી કંઈ સરળ નહીં હોય.

ન્યૂઝીલેન્ડ સામે પહેલી જીત:

વર્લ્ડ કપમાં ભારત અને ન્યૂઝીલેન્ડ ભારતીય હોમ ગ્રાઉન્ડ પર ત્રણ વખત ટકરાયા છે. આ ત્રણે વખત ભારતીય ટીમે જીત મેળવી હતી. વર્લ્ડ કપ 1987માં, ભારત અને ન્યૂઝીલેન્ડ પ્રથમ વખત ભારતીય મેદાન પર સામસામે હતા. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 16 રને રોમાંચક હાર આપી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે 252 રન બનાવ્યા હતા જેના જવાબમાં કીવી ટીમ 236 રન જ બનાવી શકી હતી.

બીજી મેચમાં ભારતીય ટીમે એકતરફી જીત મેળવી હતી

1987ના વર્લ્ડ કપમાં ભારત અને ન્યૂઝીલેન્ડ ફરી એકવાર ટકરાયા હતા. આ મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન ગ્રાઉન્ડ પર રમાઈ હતી. અહીં ભારતીય ટીમે એકતરફી રીતે મેચ જીતી લીધી હતી. પહેલા ભારતીય બોલરોએ કિવી ટીમને 221 રન પર રોકી દીધી અને બાદમાં માત્ર એક વિકેટ ગુમાવીને ભારતીય ટીમે લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.

ત્રીજી મેચમાં પણ આસાન વિજયઃ

ભારતના મેદાન પર વર્લ્ડ કપમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજો મુકાબલો વર્લ્ડ કપ 2023માં થયો હતો. લીગ સ્ટેજમાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું હતું. ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 273 રન બનાવ્યા હતા જેના જવાબમાં ભારતીય ટીમે 6 વિકેટ ગુમાવીને આસાનીથી લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

ટીમ ઈન્ડિયા આજે ચોથી જીત નોંધાવશે

આ ચોથી વખત ભારતીય ટીમ વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ ટીમ સામે ટક્કરાવવા જઈ રહી છે. અગાઉ ત્રણે મેચમાં ભારતીય ટીમે જીત મેળવી હતી, ત્યારે હવે આજે ચોથી વાર ન્યૂઝીલેન્ડ સામે રમવા જઈ રહેલી ભારતીય ટીમ માટે જીતની વધુ તકો છે. કારણ કે આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા અત્યાર સુધી એક પણ મેચ હારી નથી. તેણે માત્ર તેની તમામ 9 મેચ જીતી નથી પરંતુ તેની વિરોધી ટીમોને પણ એકતરફી રીતે કચડી નાખી છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડની ટીમ 9માંથી 5 મેચ જીતીને સેમિ-ફાઇનલમાં પહોંચી ગઈ છે. બંને ટીમોનો અગાઉનો રેકોર્ડ જોતાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કિવિઝ પર ટીમ ઈન્ડિયાનો દબદબો છે.

આ પણ વાંચો: IND vs NZ: ભારત અને ન્યુઝીલેન્ડની સંભવિત પ્લેઈંગ ઈલેવન, જાણો પિચ રિપોર્ટ

Back to top button